શોધખોળ કરો
Advertisement
IPL 2019: દિલ્હીએ રાજસ્થાનને 5 વિકેટથી આપી હાર, પંતના અણનમ 53 રન
મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.
નવી દિલ્હીઃ IPL 2019ની 53મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સનો મુકાબલો હતો. રાજસ્થાને આપેલા 116 રનના લક્ષ્યાંકને દિલ્હીની ટીમે 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દિલ્હી તરફથી રિષભ પંત 38 બોલમાં 53 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી ઇશ સોઢીએ ત્રણ તથા શ્રેયસ ગોપાલે 2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 115 રન બનાવ્યા હતા. રિયાન પરાગે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્મા અને અમિત મિશ્રાએ 3-3 વિકેટ ઝડપી હતી.
દિલ્હીની ટીમમાં આજે બે ફેરફાર કરવામાં આવ્યા હતા, જ્યારે રાજસ્થાને સ્ટીવ સ્મિથ વતન પરત ફરવાના કારણે રહાણેને કેપ્ટનશિપ સોંપી હતી. દિલ્હીની ટીમમાં સુચિત અને મોરિસના સ્થાન પર કીમો પોલ અને ઈશાંત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજસ્થાનની ટીમમાં સ્ટીવ સ્મિથ અને જયદેવ ઉનડકટના બદલે કૃષ્ણપ્પા ગૌથમ અને ઇશ સોઢીને સ્થાન આપવામાં આવ્યું હતું. બંને ટીમો આ પ્રમાણે છે..@RishabPant777 finishes the game with his 5⃣th six to get to a #VIVOIPL fifty and give @DelhiCapitals a 5 wicket win over #RR ????#DCvRR pic.twitter.com/yrvf4sNt7B
— IndianPremierLeague (@IPL) May 4, 2019
A look at the Playing XI for #DCvRR pic.twitter.com/vGZ007E1Sg
— IndianPremierLeague (@IPL) May 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement