શોધખોળ કરો
Advertisement
IPL: ધવનની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે KKRને 7 વિકેટે હરાવ્યું
આઈપીએલ સીઝન 12નો 26મા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે કોલકતા નાઈટ રાઈડર્સને સાત વિકેટેથી હરાવી દીધું છે. શિખર ધવને આક્રમક બેટિંગ કરતા 97 રન બનાવ્યા હતા.
કોલકતા: શિખર ઘવનની અણનમ 97 રનની આક્રમક ઇનિંગના સહારે દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને આઈપીએલના 26માં મુકાબલામાં સાત વિકેટથી હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી કોલકતા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 178 રન બનાવી દિલ્હીને 179 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 179 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 180 રન કરીને 7 વિકેટે મેચ જીતી હતી.
દિલ્હી માટે શિખર ધવને 63 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 97 રન કર્યા હતા. સાથે ઋષભ પંતે 31 બોલમાં 46 રન કર્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. દિલ્હી તરફથી ક્રિસ મોરિસ, રબાડા અને કીમો પૉલે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જયારે કોલકાતા 8 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. કોલકતા તરફથી ગિલે 39 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે આંદ્ર રસેલે 21 બોલમાં 45 રનની આક્રમક ઇનિંગ રમી હતી.That's that from the Eden Gardens as @SDhawan25 (97*) anchors the @DelhiCapitals to a 7-wkt victory 👌👏#KKRvDC pic.twitter.com/y622siEqWB
— IndianPremierLeague (@IPL) April 12, 2019
FIFTY
That's a half-century for @RealShubmanGill ????????. This is his 2nd in #VIVOIPL. #KKR 87/2 after 12.1 overs pic.twitter.com/NtzFj3T2cb — IndianPremierLeague (@IPL) April 12, 2019
દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. સંદીપ લામિછાનેની જગ્યાએ કીમો પોલને લીધો છે. જ્યારે કોલકાતાએ ત્રણ બદલવા કર્યા છે. સુનીલ નારાયણ, હેરી ગર્ને અને ક્રિસ લિનને બહાર કરી તેમની જગ્યાએ લોકી ફર્ગ્યૂસન, જો ડેનલી અને કાર્લોસ બ્રેથવેટને સામેલ કર્યા છે. પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 6 મેચમાં 8 પોઇન્ટ મેળવીને ટેબલમાં બીજા ક્રમે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 6 મેચમાં 6 પોઇન્ટની સાથે છઠ્ઠા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતશે તો તેની પાસે પણ ટોપ-4માં જગ્યા બનાવવાની તક હશે. દિલ્હીની ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), પૃથ્વી શૉ, શિખર ધવન, ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, રાહુલ તેવટિયા, કીમો પૉલ, કોલકાતા નાઈટ રાઇડર્સ: દિનેશ કાર્તિક(કેપ્ટન), રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, જો ડેનલી, શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગુસનInnings Break!
A quick fire 45 from @Russell12A and a well compiled 65 from @RealShubmanGill help @KKRiders post a total of 178/7 on board https://t.co/ShBwry6ksx #KKRvDC pic.twitter.com/aRAidUbAmh — IndianPremierLeague (@IPL) April 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement