શોધખોળ કરો
Advertisement
આગામી વર્ષે IPLમાં રમવા મામલે ધોનીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું....
ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે રમાયેલ મેચમાં દિલ્હીને કેપિટલ્સને 80 રને હાર આપી હતી. આ જીત સાથે સીએસકે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં આઈપીએલ-12ની અંતિમ મેચમાં ધમાકેદાર ઇનિંગ બાદ ધોનીએ આગામી આઈપીએલમાં રમવાને લઈને નિવેદન આપ્યું છે. ધોનીએ ઈશારા ઈશારામાં કહ્યું કે, તે ઈચ્છે છે કે સીએસકે તેને આગામી સીઝન માટે રિટેન કરે.
ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે રમાયેલ મેચમાં દિલ્હીને કેપિટલ્સને 80 રને હાર આપી હતી. આ જીત સાથે સીએસકે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ધોનીએ આ મેચ બાદ પ્રેશેન્ટર હર્ષા બોગલેએ સવાલ કર્યો કે તે પોતાના શાનદાર પ્રદર્શનું સીક્રેટ અમને જણાવી શકે છે, તેમણે સીએસકેના ઓનર્સ સાથે આ મામલે વાત કરી લીધી છે અને તેઓ તેને આગામી સીઝનમાં ઓક્શનમાં જરૂર ખરીદશે.
તેના પર ધોનીએ હસતા મજાકીયા અંદાજમાં કહ્યું, ‘જો તેઓ મને ઓક્શનમાં ખરીદશે તો તે મારા માટે ડિમોશન હશે. કારણ કે મને લાગે છે તેમણે મને રિટેન કરવો જોઈએ, તો મારે જઈને મારા ઓનર્સ સાથે વાત કરવી પડશે કે તે મને રિટેન કરશે કે પછી ઓક્શનમાં ખરીદશે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement