શોધખોળ કરો
Advertisement
IPL: 11 વર્ષમાં આ પાકિસ્તાની ખેલાડીનો રેકોર્ડ આજ સુધી કોઈ ખેલાડી તોડી નથી શક્યો
નવી દિલ્હીઃ રોમાચંથી ભરપુર આઈપીએલ 2019 23 માર્ચથી ચેન્નઈ અને બેંગલોરની વચ્ચેના મેચથી શરૂ થશે. ફરી એક વખતે આ આઈપીએલમાં અનેક રેકોર્ડ્સ બનશે અને તૂટશે, પરંતુ આ બધાની વચ્ચે એક રેકોર્ડ એવો છે જે 11 વર્ષ પહેલા બન્યો હતો અને આ રેકોર્ડ હજુ સુધી કોઈપણ ખેલાડી તોડી શક્યો નથી. જોકે આશા છે કે, આ વખતે આ રેકોર્ડ તૂટે.
IPLની પહેલી સિઝન એટલે કે, વર્ષ 2008માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમેલા પાકીસ્તાની ફાસ્ટ બોલર સોહેલ તનવીરે ચેન્નઈ સુપર કિંગ્સની સામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. તનવીરનો આ રેકોર્ડ આજ સુધી નથી તૂટ્યો.
4 મે 2008ના સવાઈમાન સિંહ સ્ટેડીયમમાં ચેન્નઈ સુપર કિંગ્સની સામે તનવીરે શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 14 રન આપીને 6 વિકેટ લીધી હતી. IPLના ઈતિહાસમાં કોઈ પણ બોલર તરફથી કરવામાં આવેલું આ સૌથી બેસ્ટ પ્રદર્શન છે. તનવીર આજે પણ IPLના બેસ્ટ બોલરોની લીસ્ટમાં ટોપ પર છે.
IPLમાં રમતા કંગારૂ સ્પીનર એડમ જંપા, તનવીરના રેકોર્ડના એકદમ નજીક આવી ગયા હતાં. જંપાએ સનરાઈઝ હૈદરાબાદ સામેની મેચમાં 4 ઓવરમાં 19 રન દઈને 6 વિકેટ લીધી હતી. જંપા રન દેવાના મામલામાં તનવીરને પાછળ ન છોડી શક્યા અને રેકોર્ડ ન તોડી શક્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement