શોધખોળ કરો
Advertisement
IPL: આજે ચેન્નઈ અને મુંબઈ વચ્ચે પ્રથમ પ્લેઓફ મેચ, હારનારી ટીમ પણ જીતી શકશે આઈપીએલ ખિતાબ, જાણો કેવી રીતે
પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)ના રોજ વિખાશાપટ્ટનમમાં રમાશે, જ્યારે ફાઈનલ હૈદ્રાબાદમાં 12 મેના રોજ રમાશે.
નવી દિલ્હીઃ હાલની ચેમ્પિયન સીએસકે આઈપીએલના પ્રથમ ક્વોલીફાયર મેચમાં આજે પોતાના ઘરેલુ મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટકરાશે. આજે જે ટીમ જીતશે તે સીધી જ ફાઈનલમાં સ્થાન મેળવી લેશે જ્યારે હારનારી ટીમ એલિમિનેટરમાં વિજેતા બનેલી ટીમ સાથે ટકરાશે.
ત્રીજી અને ચોથા નંબરની ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમની વચ્ચે એલિમિનેટર મેચ 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે.
બીજી ક્વોલિફાયર મેચ 10 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરની હારેલ ટીમ અને એલિમિનેટરની જીતેલ ટીમની વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં વિજેતા બનેલી ટીમ સીથી જ ફાઈનલમાં સ્થાન મેળવી લેશે.
પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)ના રોજ વિખાશાપટ્ટનમમાં રમાશે, જ્યારે ફાઈનલ હૈદ્રાબાદમાં 12 મેના રોજ રમાશે.
નોંધનીય છે કે, આઈપીએલના તમામ મેચ કરતાં પ્લેઓફમાં રમાનાર મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આઈપીએલની મેચો સાંજે 8 કલાકે શરૂ થતી હોય છે પરંતુ પ્લેઓફની તમામ મેચો અડધી કલાક વહેલી એટલે કે 7-30 કલાકે શરૂ થશે. જે સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચેનલો પર લાઈ જોઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement