શોધખોળ કરો
Advertisement
જીત બાદ વિરાટ કોહલીએ પાર્થિવ, એબી કે મોઈન નહીં પણ આ ખેલાડીના કર્યા વખાણ
ધોનીની શાનદાર 84 રનની ઇનિંગ રમવા છતાં ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે બેંગલોર સામે માત્ર 1 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ ધોનીની શાનદાર 84 રનની ઇનિંગ રમવા છતાં ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે બેંગલોર સામે માત્ર 1 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈએ 2018 બાદ પ્રથમ વખત સતત બીજી વખત હારનો સામનો કર્યો હતો.
બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 161 રન બનાવ્યા હતા અને સીએસકે આઠ વિકેટ ગુમાવીને માત્ર 160 રન બનાવી શકી હતી.
આમ તો આ મેચમાં આરસીબી માટે પાર્થિવ પટેલ, મોઈન અલી, એબી ડિવિલિયર્સ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ વિરાટ કોહલીએ મેચ બાદ હાલમાં જ આરસીબી સાથે જોડાયેલ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, તેના ટીમમાં હોવાથી ખૂબ જ ખુશ છું. વિરાટે સ્ટેનનો આભાર માનતા કહ્યું, ‘હું આ વ્યક્તિનો આભાર માનવા માગું છું જે આરસીબીની ટીમમાં 9 વર્ષ બાદ પરત ફર્યો અને પ્રથમ બે મેચમાં જ તફાવત જોવા મળ્યો.’ એટલું જ નહીં આઈપીએલની વેબસાઈટે પણ મેચ બાદ એક વીડિયો શેર કર્યો જેમાં વિરાટ કોહલી અને સ્ટેન સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.Cap'n @imVkohli and @DaleSteyn62 Gun have a few words to say after the match last night! Good Morning! 😄😄 #playBold pic.twitter.com/mhBGHnXZ6u
— Royal Challengers (@RCBTweets) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion