શોધખોળ કરો
Advertisement
IPL 2019: કોહલીની સદી થકી જીત્યું RCB, કોલકતાને 10 રનથી હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં બેંગ્લુરુએ 10 રનથી કોલકતાને હરાવ્યું હતું. આ જીત સાથે બેંગ્લોરે આ સીઝનની પ્લે-ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. નવ મેચમાં આરસીબીની આ બીજી જીત છે.
કોલકતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 12ની 35મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રન હરાવ્યું હતું. 214 રનનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 203 રન જ કરી શક્યું હતું. કોલકાતા માટે આન્દ્રે રસેલે 25 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 85 રન કર્યા હતા. જ્યારે નીતીશ રાણાએ 46 બોલમાં 5 છગ્ગા અને 9 ચોક્કાની મદદથી અણનમ 85 રન કર્યા હતા.
બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. માત્ર 58 બોલમાં કોહલીએ 100 રન ફટકાર્યા હતા. મોઈન અલીએ પણ આકમક ઈનિંગ રમતા 66 રન બનાવ્યા હતા. આ જીત સાથે બેંગ્લોરે આ સીઝનની પ્લે-ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. નવ મેચમાં આરસીબીની આ બીજી જીત છે.That's that from Kolkata.
The @RCBTweets win by 10 runs to register their second win of the season.#KKRvRCB pic.twitter.com/Jy0Bo476Lo — IndianPremierLeague (@IPL) April 19, 2019
Innings Break!
A stupendous 100 from @imVkohli & a quick fire 66 from Moeen Ali, propel @RCBTweets to a formidable total of 213/4 ???????? pic.twitter.com/1IvmSbaqeE — IndianPremierLeague (@IPL) April 19, 2019
બેંગ્લોરની બોલિંગ હાલ સુધી ખુબ જ ખરાબ રહી છે. નવદીપ સૈની સિવાય તમામ બોલર ઘણા મોંઘા સાબિત થયા છે. કોલકાતાની ટીમમાંથી આંન્દ્રે રસેલ ટોપ સ્કોરર છે. રસેલને પ્રેકિટસ દરમિયાન ખભા ઉપર બોલ વાગી જતાં ઈજા પહોંચી છે. છેલ્લે દિલ્હી સામે રમાયેલી મેચમાં પણ તેને ખભામાં ઈજા થઈ હતી. જેથી તેની ઈજાને લઈને આજે રમવા ઉપર સસ્પેન્સ છે.Oh yeah!
Yet another blistering FIFTY from Dre Russ ???????? pic.twitter.com/RHz1P6wGv7 — IndianPremierLeague (@IPL) April 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion