શોધખોળ કરો
એક સમયે ધોની સાથે ફોટો પડાવવા લાઈનમાં ઊભો રહ્યો’તો આ છોકરો, આજે ધોની સાથે IPL રમે છે
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હીની વચ્ચે સોમવારે મેચ રમાયો હતો. જેમાં રિષભ પંતની શાનદાર ઇનિંગના જોરે રાજસ્થાન રોયલ્સે હારનો સામનો કર્યો હતો.

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હીની વચ્ચે સોમવારે મેચ રમાયો હતો. જેમાં રિષભ પંતની શાનદાર ઇનિંગના જોરે રાજસ્થાન રોયલ્સે હારનો સામનો કર્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કર્યું. સૌથી ખાસ હતી રિયાન પરાગની આઈપીએલમાં પ્રથમ વિકેટ, 17 વર્ષના આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ રિયાન પરાગે શાનદાર ડાન્સ કર્યો. તેણે ગ્રાઉન્ડની વચ્ચે જ બિહૂ ડાન્સ કર્યો. જે આસામનો લોકપ્રિય ડાન્સ છે. વિકેટ લીધા બાદ તે ટોપ ટ્રેન્ડ કરી રહ્યા છે. તેની એક તસવીર વાયરલ થઈ રરી છે જેમાં ધોની તેની સાથે જોવા મળી રહ્યા છે.
ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાનો નવો-નવો કેપ્ટન બન્યો હતો અને ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. હવે રિયાન આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે ત્યારે તેણે ધોની સાથે ફોટો પડાવ્યો અને આ બંને ફોટો શેર કર્યા.
રિયાન પરાગે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે કે જેમાં તે મહેન્દ્રસિંહ ધોની સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે ધોની અસમ ગયો હતો ત્યારે નાનકડો રિયાન ધોનીને મળવા માટે પહોંચ્યો હતો. આ ફોટો લગભગ 12 વર્ષ જૂનો છે.
ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાનો નવો-નવો કેપ્ટન બન્યો હતો અને ટી-20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. હવે રિયાન આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે ત્યારે તેણે ધોની સાથે ફોટો પડાવ્યો અને આ બંને ફોટો શેર કર્યા. વધુ વાંચો




















