શોધખોળ કરો
IPL 2019: સીઝન-12ની અંતિમ મેચમાં RCB ચાર વિકેટથી જીત્યું, હૈદરાબાદની વધી મુશ્કેલી
આઈપીએલ સીઝન-12માં હૈદરાબાદની પણ આ અંતિમ મેચ હતી. હૈદરાબાદના 14 મેચમાં 6 જીત અને 8 હાર સાથે 12 પોઈન્ટ છે. હવે પ્લેઓફમાં જવા માટે હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સની હાર માટે પ્રાથના કરવી પડશે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં હાર સાથે શરૂઆત કરનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીઝન -12ની પોતાની અંતિમ મેચમાં જીત સાથે અંત કર્યો. આઈપીએલની 54મી મેચમાં બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેથી હરાવ્યું હતું. બેંગ્લોરના હાથે મળેલી હારથી હૈદરાબાદની પ્લેઓફમાં જવાની સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે.
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન ની (અણનમ 70) રનની ઈનિંગના દમ પર બેંગ્લોર સામે 176 રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો હતો. જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.2 ઓવરમાં ઓવરમાં ચેઝ કર્યો હતો. આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી.We've got a Super Sunday tomorrow to complete the #VIVOIPL league stages! After @RCBTweets' win, here's how things stand.#RCBvSRH pic.twitter.com/qxgLgEqnyH
— IndianPremierLeague (@IPL) May 4, 2019
બેંગ્લોર તરફથી હેટમાયરે 47 બોલમાં 6 છગ્ગા અને 4 ચોક્કા સહિત 75 રન કર્યા હતા. જયારે ગુરકિરત સિંહે 48 બોલમાં 8 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. હૈદરાબાદ માટે ખલીલ અહેમદે 3 વિકેટ, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ અને રાશિદ ખાને 1 વિકેટ ઝડપી હતી. આઈપીએલ સીઝન-12માં હૈદરાબાદની પણ આ અંતિમ મેચ હતી. આરસીબીના 14 મેચમાં 6 જીત અને 8 હાર સાથે 12 પોઈન્ટ છે. હવે પ્લેઓફમાં જવા માટે હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સની હાર માટે પ્રાથના કરવી પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સ મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ હારે તો હૈદરાબાદ પ્લેઓફમાં ક્વોલિફાય કરશે. કોલકાતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે, પરંતુ તેની નેટ રનરેટ હૈદરાબાદ કરતા ઓછી છે, તેવામાં તેનો મુંબઈ સામેનો મુકાબલો પ્લેઓફમાં ક્વોલિફાય કરનાર ચોથી ટીમ કોન બને છે તે નક્કી કરશે..@RCBTweets win by 4 wickets and sign off their #VIVOIPL campaign on a high 🙌#RCBvSRH pic.twitter.com/uD0rmxiL1C
— IndianPremierLeague (@IPL) May 4, 2019
હૈદરાબાદની ઇનિંગ દરમિયાન યુસુફ પઠાણને આઉટ કરવાની સાથે જ ચહલે આઈપીએલમાં 100 વિકેટ લેવાની સિદ્ધી હાંસલ કરી હતી. તે આઇપીએલમાં સૌથી ઓછી મેચમાં 100 વિકેટ લેનારો ચોથો બોલર છે.Innings Break!
The @SunRisers post a total of 175/7 after 20 overs. Is this enough for the #SRH bowlers to defend?#RCBvSRH pic.twitter.com/2grGC3nXOI — IndianPremierLeague (@IPL) May 4, 2019
બંને ટીમો આ પ્રમાણે છે.???? IPL wickets for @yuzi_chahal ???????? pic.twitter.com/OdIsPYktrn
— IndianPremierLeague (@IPL) May 4, 2019
રિયાન પરાગે રચ્યો ઈતિહાસ, બન્યો IPLમાં અડધી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન આ એક્ટ્રેસ રાત્રે ચલાવે છે ઓટો રિક્ષા, બોમન ઇરાનીએ શેર કર્યો વીડિયોA look at the Playing XI for #RCBvSRH pic.twitter.com/s1dQuLLfyT
— IndianPremierLeague (@IPL) May 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement