શોધખોળ કરો
Advertisement
IPL: આ એક બોલ અને એક ભૂલને કારણે હારી ગઈ દિલ્હીની ટીમ!
ટોસ જીતીને બોલિંગ કરનાર ચેન્નાઈ બોલરોના જોરે દિલ્હી કેપિટલ્સને નવ વિકેટ પર 147 રન પર જ રોકી દીધા હતા.
નવી દિલ્હીઃ શુક્રવારે આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં ધોનીની આગેવાનીમાં સીએસકેએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હાર આપીને આઠમી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું.
ટોસ જીતીને બોલિંગ કરનાર ચેન્નાઈ બોલરોના જોરે દિલ્હી કેપિટલ્સને નવ વિકેટ પર 147 રન પર જ રોકી દીધા હતા. બાદમાં ચેન્નઈએ 19 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ મેચમાં દિલ્હીએ બોલિંગ અને ફીલ્ડિંગમાં ખરાબ પ્રદર્શન કર્યું કે મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ. 148 રનના જવાબમાં ચેન્નઈની ટીમને શરૂઆતની ઓવરમાં જ મોટો ઝાટકો લાગી જાત પરંતુ દિલ્હીની ખરાબ ફીલ્ડિંગને કારણે મેચનું પાસું પલટાઈ ગયું અને બાદમાં આ જોડીએ મેચ દિલ્હી પાસેથી ઝુંટવી લીધી. જુઓ વીડિયો....
થયું એવું કે 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ચેન્નઈની ટીમના ઓપરન શેન વોટ્સન અને ફાફ ડૂ પ્લેસી બેટિંગ માટે ઉતર્યા. બોલ્ટેની ઓવરના ત્રીજા બોલ પર ડૂપ્લેસીએ પોઈન્ટ તરફતી શોટ રમ્યો. પરંતુ અહીં પર વોટ્સન અને ડૂપ્લેસીની વચ્ચે મુંઝવણ થઈ ગઈ. પહેલા ડૂપ્લેસી રન લેવા દોડ્યો પરંતુ પછી તે રોકાઈ ગયો, હવે વોટ્સન ડૂ પ્લેસી તરફ દોડવા લાગ્યો. બન્ને બાદમાં રોકાઈ ગયા અને એક જ દિશામાં ભાગવા લાગ્યા. એ જગ્યા પર ફીલ્ડિંગ કરી રહેલ અક્ષર પટેલે બોલિંગ એન્ડ પર બોલ ફેંક્યો. પરંતુ અહીં મિસ થઈ ગઓ. બાદમાં મુનરોથી પણ ભૂલ થઈ અને તેણે બોલર એન્ડ પર સરળતાથી સ્ટમ્પ ઉડાડવાની જગ્યાએ કીપર તરફ બોલ ફેંક્યો અને એટલું જ નહીં અહીં પર બોલ કીપરથી ઘણો દૂર રહ્યો અને તેના હાથમાં આવ્યો જ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement