શોધખોળ કરો
IPL 2020 Final: આજે થશે ઑરેન્જ અને પર્પલ કેપનો નિર્ણય, જાણો કોણ છે રેસમાં આગળ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મુકાબલો છે. ત્યારે મેચની સાથે જ સીઝનમાં ઓરેન્જ કેપ હોલ્ડર અને પર્પલ કેપ હોલ્ડરનો નિર્ણય પણ થઈ જશે.
![IPL 2020 Final: આજે થશે ઑરેન્જ અને પર્પલ કેપનો નિર્ણય, જાણો કોણ છે રેસમાં આગળ ipl 2020 final orange cap purple cap holders results KL Rahul kagiso rabada IPL 2020 Final: આજે થશે ઑરેન્જ અને પર્પલ કેપનો નિર્ણય, જાણો કોણ છે રેસમાં આગળ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/10192231/kl-rahul-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અબુ ધાબી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મુકાબલો છે. ત્યારે મેચની સાથે જ સીઝનમાં ઓરેન્જ કેપ હોલ્ડર અને પર્પલ કેપ હોલ્ડરનો નિર્ણય પણ થઈ જશે. ફાઈનલ મેચ પહેલ ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ કેએલ રાહુલ છે, જ્યારે પર્પલ કેપ પર રબાડાએ કબજો કરી લીધો છે.
રબાડા મુંબઈ ઈન્ડયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પછાડી પર્પલ કેપની રેસમાં આગળ પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકી ફાસ્ટ બોલર રબાડાએ રવિવારે આઈપીએલ -13ની ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને 16 મેચમાં કુલ 29 વિકેટ લીધી છે.
બુમરાહ 14 મેચમાં 27 વિકેટ સાથે સર્વાધિક વિકેટ લેનાર બોલરની યાદીમાં બીજા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ 14 મેચમાં 22 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.
ઓરેન્જ કેપના દાવેદાર કેએલ રાહુલ
કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સૌથી આગળ છે અને તેથી ઓરેન્જ કેપ તેમની પાસે છે. રાહુલ નામે કુલ 670 રન છે. બીજા નંબરે દિલ્હી કેપિટલ્સના ઓપનર બેટ્સેમેન શિખર ધવન છે. તેના નામે 603 રન છે. ધવન પાસે ફાઈનલ મેચમાં રાહુલથી આગળ નિકળવાનો મોકો છે. જ્યારે ત્રીજા નંબરે 548 રન સાથે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)