શોધખોળ કરો
Advertisement
પૃથ્વી શોનું આ જાણીતી ટીવી એક્ટ્રેસ સાથે અફેર, જાણો કઈ સીરિયલમાં ચમકી છે આ એક્ટ્રેસ ?
પૃથ્વી શૉના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીય એવી કૉમેન્ટ્સ આવી રહી છે, જેનાથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે એક્ટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે.
વર્ષોથી ક્રિકેટર્સ અને ગ્લેમરસની દુનિયા વચ્ચે ગાઠ સંબંધ રહ્યો છે. અત્યાર સુધી ક્રિકેટની દુનિયાના ઘણાં ખેલાડીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની હસીનાઓ પર દિલ આવી ગયું છે અને પોતાના ઘર પોતાનું ઘર પણ વસાવી ચૂક્યા છે. શર્મિલા ટાગોર-નવાબ પટૌદીથી લઈને અનુષ્કા શર્મા-વિરાટ કોહલી સુધી ઘણાં ખેલાડીઓના ઉદાહરણ તમારી સામે છે. ત્યારે હવે લાગે છે કે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થવાની તૈયારીમાં છે.
અહીં ટીમ ઇન્ડિયાના શાનદાર બેટ્સમેન પૃથ્વી શૉના વિશે વાત કરવામાં આવી રહી છે, જે આ વખતે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર બેટ્સમેનનું પદ સંભાળી રહ્યો છે, રિપોર્ટનુ માનીએ તો પૃથ્વી એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે.
પૃથ્વી શૉના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીય એવી કૉમેન્ટ્સ આવી રહી છે, જેનાથી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે એક્ટ્રેસ પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો છે.
પ્રાચી સિંહ, પૃથ્વી શૉની લગભગ દરેક પૉસ્ટ પર કૉમેન્ટ કરતી હોય છે, તો વળી પૃથ્વી પણ તેને રિપ્લાય કરવાનુ ભૂલતો નથી. બન્નેની આ કૉમેન્ટ-કૉમેન્ટની રમતને જોઇને લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે કદાચ બન્નેની વચ્ચે મિત્રતાથી વધારે કંઇક છે. જોકે હજુ સુધી આના વિશે પ્રાચી અને પૃથ્વી બન્ને તરફથી કંઇપણ કહેવામાં નથી આવ્યુ. ઉલ્લેખનીય છે કે પ્રાચી સિંહ એક ટીવી એક્ટ્રેસ છે, જે કલર્સ ચેનલની પૉપ્યૂલર ટીવી સીરિયલ ઉડાન સપનો કી માં કામ કરી ચૂકી છે. આ શૉમાં પ્રાચી સમીરની બહેનની ભૂમિકા નિભાવતી દેખાઇ હતી.
કહેવાઇ રહ્યું છે કે પ્રાચી માત્ર એક એક્ટ્રેસ જ નથી પરંતુ એક બેસ્ટ બેલી ડાન્સર પણ છે. પ્રાચી સિંહના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર બેલી ડાન્સિંગના ઘણાબધા વીડિયો પૉસ્ટ છે જેને ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement