શોધખોળ કરો
Advertisement
IPL 2020: શિખર ધવને બનાવ્યો મોટો રેકોર્ડ, આ મામલે રોહિત- વિરાટને પાછળ પાડ્યા
રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ શિખર ધવને 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રાજસ્થાન વિરુદ્ધ શિખર ધવને પોતાના આઈપીએલ કેરિયરની 39મી ફિફ્ટી નોંધાવી હતી.
IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને નવો રેકોર્ડ બનાવી લીધો છે. રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ શિખર ધવને 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ધવન પોતાની આ ઈનિંગ સાથે આઈપીએલમાં અડધી સદી મામલે વિરાટ કોહલી, સુરેશ રૈના અને વિરાટ કોહલીથી આગળ નિકળી ગયો છે.
રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ શિખર ધવને પોતાના આઈપીએલ કેરિયરની 39મી ફિફ્ટી નોંધાવી હતી. સુરેશ રૈના અને રોહિત શર્માએ અત્યાર સુધી આઈપીએલમાં 38 ફિફ્ટી નોંધાવી છે. આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી નોંધાવાનો રેકોર્ડ ડેવિડ વાર્નરના નામે છે જેમણે 46 અડધી સદી મારી છે.
ડેવિડ વોર્નર આઈપીએલના ઈતિહાસમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જેમણે 50 રનથી વધુ રનની 50 ઈનિંગ રમી છે. જો કે, ક્રિસ ગેલ સદી ફટકારવા માંમલે સૌથી આગળ છે. ક્રિસ ગેલ આઈપીએલમાં 6 સદી નોંધાવી ચૂક્યો છે, જ્યારે કોહલી પાંચ સદી સાથે બીજા નંબરે છે. આઈપીએલમાં શિખર ધવન અત્યાર સુધી એક પણ સદી નોંધાવી શક્યો નથી અને 97 રનની ઈનિંગ તેનો હાઈએસ્ટ સ્કોર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement