શોધખોળ કરો
‘IPLને મુશ્તાક અલી ટ્રોફી નહીં બનવા દઈએ’ તેવા BCCI અધિકારીના નિવેદન પર ભડક્યો ગાવસ્કર, કહ્યું- જો તમે....
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને અપમાનિત કરનારા બીસીસીઆઈના અધિકારી પર લાલચોળ થઈ ગયો હતો.
![‘IPLને મુશ્તાક અલી ટ્રોફી નહીં બનવા દઈએ’ તેવા BCCI અધિકારીના નિવેદન પર ભડક્યો ગાવસ્કર, કહ્યું- જો તમે.... IPL 2020 Team India former batsman Sunil Gavaskar statement on BCCI official ‘IPLને મુશ્તાક અલી ટ્રોફી નહીં બનવા દઈએ’ તેવા BCCI અધિકારીના નિવેદન પર ભડક્યો ગાવસ્કર, કહ્યું- જો તમે....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/21162046/gavaskar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને અપમાનિત કરનારા બીસીસીઆઈના અધિકારી પર લાલચોળ થઈ ગયો હતો. બીસીસીઆઈ અધિકારીએ કહ્યું હતું કે, તેઓ આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી નહીં બનવા દે.
સુનીલ ગાવસ્કરે બીસીસીઆઈ અધિકારીને કહ્યું, રમતનું સ્તર ખરાબ નથી. રમતનું સ્તર નીચે ન આવે તે જોવાની જવાબદારી બીસીસીઆઈની છે. તેમનું નિવેદન બકવાસ અને અસંવદેનશીલ છે.
ગાવસ્કરે જણાવ્યું, જો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી આટલી ખરાબ ટુર્નામેન્ટ હોય તો બીસીસીઆઈ તેનું આયોજન કેમ કરે છે. આ ટ્રોફીમાં વિદેશી ખેલાડી રમતા નથી કે તેમાં ભારતની રાષ્ટ્રીય ટીમમાં રમનારા ક્રિકેટ હિસ્સો લેતા નથી તેથી શું ગરીબોની ટ્રોફી છે ?
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, તે પોતે ધોનીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં રમતો જોવા માંગે છે.સાથે એ વાતની પણ શંકા વ્યક્ત કરી હતી કે ધોનીને ટી-20 વર્લ્ડકપમાં ભાગ્યે જ એન્ટ્રી મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિદેશી ખેલાડી વગર આઈપીએલ શક્ય છે તેવા ઉઠી રહેલા પ્રશ્ન બાદ તેના પર પ્રતિક્રિયા આપતા બીસીસીઆઈના અધિકારીએ આઈપીએલની તુલના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સાથે કરી હતી.
કોરોના વાયરસના સંક્રમણને જોતા આઈપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)