શોધખોળ કરો
Advertisement
IPL 2020: દુબઈમાં થશે આઈપીએલની 13મી સીઝનનું આયોજન, ચેરમેને કરી જાહેરાત
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આઈપીએલની 13મી સીઝનનું આયોજન દુબઈમાં થશે. બીસીસીઆઈએ દુબઈમાં આઈપીએલ આયોજન માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાતની જાણકારી આપી હતી. પરંતુ આયોજનને લઈને અન્ય નિર્ણય આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં થશે. આ બેઠકમાં આયોજન આગામી 7થી 10 દિવસમા થશે.
બ્રિજેશ પટેલે કહ્યું, કોરોના વાયરસના કારણે આઈપીએલ 13મી સીઝનને ટાળવામા આવી હતી. હવે આઈપીએલનું આયોજન દુબઈમાં થસે. અમે આઈપીએલના આયોજનને લઈને સરકાર પાસે મંજૂરી માંગી છે.
આઈપીએલના આયોજનને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. બ્રિજેશ પટેલે જણાવ્યું, આઈપીએલને લઈને અન્ય પગલાઓ ભરવાના છે તેને લઈને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઈન્સિલે સોમવારે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આઈસીસીના નિર્ણય બાદ બીસીસીઆઈ માટે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે આઈપીએલનું આયોજન કરવાનો રસ્તો સાફ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement