આઇપીએલ જીતવા પર ઋષભ પંતની નજર, ઓપનિંગથી લઇને મીડલ ઓર્ડર-બૉલિંગમાં સેટ કર્યા આ ખેલાડીઓ, જુઓ DC Playing 11.......
આ વખતે ટીમને રેગ્યુલર કેપ્ટન શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની કમી રહેશે, અય્યર ઇજાના કારણે બહાર છે, તો અક્ષર પટેલનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવવાથી ટીમથી દુર છે.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) આગામી 14મી સિઝન 9મી એપ્રિલ 2021થી શરૂ થઇ રહી છે. આઇપીએલમાં દરેક ટીમોએ પોતાના મજબૂત પાસાને આગળ કર્યુ છે. આવી જ રીતે રેગ્યૂલર કેપ્ટનની શ્રેયસ અય્યરની (shreyas iyer) ગેરહાજરીમાં ફ્રેન્ચાઇઝીએ ટીમની કમાન વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) હાથમાં સોંપી છે. આ બધાની વચ્ચે હવે જોવાનુ રહ્યું કે દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટીમમાં કયા કયા ખેલાડીઓને મોકો મળી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ખબર છે કે ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ એકદમ મજબૂત લાગી રહી છે. જાણો આ સિઝનમાં કેવી હોઇ શકે છે દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન.... (DC Playing 11)
ધવન-શૉ કરશે ઓપનિંગ, ત્રણ નંબર પર રમી શકે છે સ્મિથ....
દિલ્હી કેપિટલ્સના પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) આ વખતે ટીમમાં જગ્યા પાક્કી કરી શકે છે, પહેલી મેચમાં તેનુ રમવુ નક્કી છે. ગત સિઝનમાં સ્મિથ રાજસ્થાન રૉયલ્સનો (Rajasthan Royals) ભાગ હતો. ખાસ વાત છે કે આ સિઝનમાં ફરી એકવાર શિખર ધવન (Shikhar Dhawan) અને પૃથ્વી શૉ (Prithvi Shaw) ઓપનિંગ કરી શકે છે.
આ પછી ટીમમાં અજિંક્યે રહાણે, ઋષભ પંત, સેમ બિલિંગ્સ અને માર્ક્સ સ્ટોઇનિસ મીડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. વળી સ્પિન વિભાગની જવાબદારી આર અશ્વિન અને અમિત મિશ્રાના ખભા પર રહેશે. વળી, ફાસ્ટ બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં આ વખતે કગીસો રબાડા, ઇશાન્ત શર્મા અને ઉમેશ યાદવની તીકડી દેખાશે.
ખેલાડીઓને કરશે રૉટેટ....
આ સિઝનમાં દિલ્હીની બેન્ચ ખુબ મજબૂત દેખાઇ રહી છે, તેની પાસે લગભગ દરેક ક્રમમાં ખેલાડીઓના ઓપ્શન છે. શિમરૉન હેટમેયર, ક્રિસ વૉક્સ, એનરિક નોર્ટ્જે અને ટૉમ કરન બેન્ચ પર રહેશે, એટલે કે ટીમની બેન્ચ સ્ટ્રેન્થ પણ મજબૂત છે.
અય્યર-અક્ષરની કમી...
આ વખતે ટીમને રેગ્યુલર કેપ્ટન શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની કમી રહેશે, અય્યર ઇજાના કારણે બહાર છે, તો અક્ષર પટેલનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવવાથી ટીમથી દુર છે.
દિલ્હી કેપિટલ્સની (DC Playing 11) સંભવિત પ્લેઇંગ ઇલેવન...
દિલ્હી કેપિટલ્સ..... શિખર ધવન, પૃથ્વી શૉ, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સેમ બિલિંગ્સ, માર્કસ સ્ટોઇનિસ રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા, કગીસો રબાડા, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ.