હાર સહન ના થતા કયા કેપ્ટને બૉલને દર બે ઓવરમાં બદલી નાંખવાની કરી માંગ, જાણો વિગતે
રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે.
મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) દરેક ટીમો હવે એકબીજા સામે જીત માટે ટકરાય છે, ત્યારે હારનારી ટીમોના કેપ્ટનો કંઇકને કંઇક મોટા સ્ટેટમેન્ટ આપતા રહે છે. હવે આ લિસ્ટમાં પંજાબ કિગ્સના (Punjab Kings) કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) એક મોટુ સ્ટેટમેન્ટ આપતા એક વિચિત્ર માંગ (KL Rahul Demand) કરી દીધી છે.
પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ઇચ્છે છે કે હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં દરે બે ઓવર બાદ બૉલને બદલી નાંખવામાં આવે, કેમકે સેકન્ડ ઇનિંગમાં ભેજના કારણે બૉલરોને પકડ રાખવી મુશ્કેલ બની જાય છે. મયંક અગ્રવાલ અને રાહુલે રવિવારે શાનદાર ઇનિંગ રમીમે દિલ્હી કેપિટલ્સની સામે 196 રનોનો ટાર્ગેટ મુક્યો હતો. જોકે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર શિખર ધવને ધૂઆંધાર ઇનિંગ રમીને કેએલ રાહુલની તમામ પ્રકારની ઇચ્છાઓ પર પાણી ફેરવી નાંખ્યુ હતુ, અને આ મેચ દિલ્હીએ શાનદાર રીતે 6 વિકેટ જીતી લીધી હતી.
રાહુલે પૉસ્ટ પ્રેજન્ટેશનમાં મેજબાન બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉર્ટ્સને કહ્યું- ભેજથી વસ્તુઓ બદલાઇ જાય છે, સેકન્ડ બૉલિંગ વાનખેડે સ્ટેડિયમમાં હંમેશા એક પડકાર સાબિત થાય છે. અમે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિઓ માટે તૈયાર કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ અંતમાં આ મુશ્કેલ બની જાય છે. રાહુલે કહ્યું- મને લાગે છે કે આ એક ઉચિત હશે કે દરે બે ઓવર બાદ બદલી દેવામાં આવે, અને આ હુ એટલા માટે નથી કહી રહ્યો કે હું હારી ગયો છું, મે એમ્પાયરોને બૉલ એક-બે વાર બદલવાનુ કહ્યું હતુ, પરંતુ નિયમ એવુ નથી કહેતો.
ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલનો રવિવારે બર્થ ડે હતો અને આ બર્થડે દિવસની મેચમાં જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલે 29મો જન્મદિવસ મનાવ્યો હતો. તેને ગિફ્ટમાં હાર મળી હતી. જોકે, હારનો સ્વીકાર કરતા રાહુલે કહ્યું કે આ મેચમાં અમારાથી 10-15 રન ઓછા બન્યા, અમે 200 રનથી વધુનો સ્કૉર બનાવવામાં સફળ રહેતા તો કદાચ પરિણામ સારુ રહ્યું હોત.