Video: આમિર ખાન આવતા વર્ષે રાજસ્થાન રોયલ્સ સાથે રમશે, બોલ્યો - સાથે મળીને હલ્લો બોલીશું...
આઈપીએલ 2022ની પહેલી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવશે.
Aamir Khan Rajasthan Royals IPL 2022: આઈપીએલ 2022ની પહેલી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવશે. આ સીઝનમાં બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં જ એક ટીવી શો પર બોલીવુડ એક્ટર આમિર ખાનના આઈપીએલમાં રમવા મુદ્દે વાતચીત થઈ રહી હતી. આ મુદ્દે આમિરે બેટિંગ કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. ત્યાર બાદ રાજસ્થાન રોયલ્સે એક મીમ શેર કર્યું હતું અને આમિરને પોતાની ટીમનો 11મો ખેલાડી ગણાવ્યો હતો. હાલમાં જ આમિરે બીજો વીડિયો શેર કર્યો છે જેમાં તેણે રાજસ્થાનને પોતાની ટીમમાં જોડાવા માટે આપેલા પ્રસ્તાવ બદલ આભાર માન્યો હતો.
બટલર અને ચહલનું પત્તુ કપાઈ જશેઃ
આમિર ખાને મજાકના અંદાજમાં કહ્યું કે, થેંક્યુ રાજસ્થાન રોયલ્સ, તમે મને કાબિલ સમજ્યો કે હું તમારી ટીમ માટે રમુ. આટલી ઈજ્જત આપી તમે, પ્યાર આપ્યો. આભાર. જો હું આ વર્ષે તમારી સાથે રમીશ તો તમારી ટીમ વધુ મજબુત થઈ જશે. ઓલરેડી તમારી ટીમનો બેટ્સમેન બટલર ઓરેન્જ કેપ પાછળ પડ્યો છે અને યુજી (ચહલ) પર્પલ કેપ પાછળ પડ્યો છે. અને હું તો ઓલરાઉન્ડર છું, જો હું આવી ગયો તો આ બંને કેપ હું લઈ જઈશ અને તેમનું પત્તુ કપાઈ જશે. આ વર્ષે તમે રમો આવતા વર્ષે હું આવીશ અને સાથે હલ્લો બોલીશું.
@StarSportsIndia | #AamirInMyTeam pic.twitter.com/UK2lYzFzs9
— Aamir Khan Productions (@AKPPL_Official) May 21, 2022
નોંધનીય છે કે, IPL 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્રથમ અને બીજા સ્થાને છે. ગુજરાતે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે આ સિઝનમાં 14 મેચ રમીને 10માં જીત મેળવી છે. જ્યારે તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રાજસ્થાને 14માંથી 9 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાશે.