IPL Auction 2023: 87 સ્લૉટ્સ માટે 405 દાવેદાર, જાણો IPL 2023 માટે થનારી હરાજીની 10 મોટી વાતો....
આ વખતે હરાજીમાં 405 ખેલાડીઓ પર બોલી લાગશે. જેમાં વધુમા વધુ 87 ખેલાડી પસંદ થઇ શકશે.
IPL Mini Auction: IPL 2023 માટે થનારી હરાજી (IPL Auction) માટે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 23 ડિસેમ્બરે બપોરે 2.30 વાગ્યાથી હરાજી શરૂ થશે. આ વખતે હરાજીમાં 405 ખેલાડીઓ પર બોલી લાગશે. જેમાં વધુમા વધુ 87 ખેલાડી પસંદ થઇ શકશે. આ ઓક્શનમાં 10 મોટી વાતો અહીં વાંચો...
આ ઓક્શનમાં 10 મોટી વાતો અહીં વાંચો...
1. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ હતા.
2. 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કર્યા, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે હવે કુલ 405 ખેલાડી ઓક્શન લિસ્ટમાં સામેલ છે.
3. 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશોમાંથી છે.
4. આ 405 ખેલાડીઓમાં કુલ 119 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ નથી, બાકી 282 ખેલાડી અનકેપ્ડ છે.
5. 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડી વિદેશી હોઇ શકે છે.
6. 19 ખેલાડીઓની બેઝ પ્રાઇજ 2 કરોડ (સૌથી વધુ) છે, આ તમામ ખેલાડી વિદેશી છે.
7. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે, આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
8. હરાજી માટે 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. સૌથી વધુ પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદ (42.25 કરોડ)ની પાસે છે.
9. કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે હરાજી પર્સમાં સૌથી ઓછા પૈસા (7.05 કરોડ) છે. જ્યારે તેની પાસે 11 સ્લૉટ્સ ખાલી છે.
10. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી ઓછા સ્લૉટ્સ (5) ખાલી છે, જ્યારે તેના હરાજી પર્સમાં સારી એવી રકમ (19.45 કરોડ) છે.
કઈ ટીમના પર્સમાં કેટલી કિંમત છે ?
આ મીની હરાજીમાં, ટીમો ખેલાડીઓ પર તેમની બાકીની કિંમત અનુસાર બોલી લગાવશે. આમાં સનરાઈઝર્સ હૈદરાબાદના પર્સની કિંમત સૌથી વધુ 42.25 કરોડ છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી ઓછી કિંમત 7.05 કરોડ છે. આવી સ્થિતિમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ બાકીની ટીમો કરતાં ખેલાડીઓ પર વધુ સારી બોલી લગાવી શકે છે. આવી અન્ય ટીમોની પર્સ વેલ્યુ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 42.25 કરોડ
પંજાબ કિંગ્સ - રૂ. 32.20 કરોડ.
લખનઉ સુપરજાયન્ટ્સ - રૂ. 23.35 કરોડ.
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 20.55 કરોડ.
ચેન્નાઈ સુપર કિંગ્સ - રૂ. 20.45 કરોડ.
દિલ્હી કેપિટલ્સ - રૂ. 19.45 કરોડ.
ગુજરાત ટાઇટન્સ - રૂ. 19.25 કરોડ.
રાજસ્થાન રોયલ્સ - રૂ. 13.20 કરોડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ 8.75 કરોડ.
કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 7.05 કરોડ.