શોધખોળ કરો

IPL 2025: મેગા ઓક્શન આ વખતે રિયાધમાં યોજાશે, તારીખ થયો મોટો ખુલાસો

​IPL 2025 Mega Auction Date and Time: IPL વિજેતા કેપ્ટન શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ (DC) અને KL રાહુલને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રિલીઝ કરવામાં આવ્યા છે

​IPL 2025 Mega Auction Date and Time: તમામ 10 ફ્રેન્ચાઇઝીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓને રિટેન કરવાની તારીખ પૂરી થઈ ગઈ છે, હવે ખેલાડીઓ મેગા ઓક્શનમાં પોતાનું નસીબ અજમાવશે. 

એક રિપોર્ટ અનુસાર, IPL 2025 સિઝન માટે મેગા ઓક્શન આ મહિનાના અંતમાં રિયાધમાં થવાની આશા છે. તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. તમામ ટીમોએ એવા ખેલાડીઓને જાળવી રાખ્યા છે જે તેઓને લાગે છે કે તેઓ રોકડથી ભરપૂર લીગની આગામી સિઝનમાં તેમની સફળતા માટે નિર્ણાયક હશે, તેથી હવે તમામની નજર મેગા ઓક્શન પર છે. દરેક વ્યક્તિ મજબૂત કોર ટીમ બનાવવાનો પ્રયાસ કરશે.

24 અને 25 નવેમ્બરે થઇ શકે છે મેગા ઓક્શન 
IPL સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 અને 25 નવેમ્બરે રિયાધમાં મેગા ઓક્શન યોજાય તેવી શક્યતા છે. ફ્રેન્ચાઇઝીઓની રીટેન્શન લિસ્ટ જાહેર થયા પછી, જૉસ બટલર, એડન માર્કરમ, ગ્લેન મેક્સવેલ, ફાફ ડૂ પ્લેસિસ, કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર જેવા મોટા સ્ટાર્સ હવે મેગા ઓક્શનમાં જોવા મળશે. 10 ટીમોએ કુલ 46 ખેલાડીઓને જાળવી રાખ્યા અને કુલ રૂ. 558.5 કરોડનું રોકાણ કર્યું. રિટેન કરાયેલા કુલ 46 ખેલાડીઓમાંથી 36 ખેલાડીઓ ભારતીય છે. તેમાંથી 10 ખેલાડીઓ અનકેપ્ડ ભારતીય સ્ટાર્સ છે.

કેટલાય મોટા ખેલાડીઓ થયા રિલીઝ 
IPL વિજેતા કેપ્ટન શ્રેયસ અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ (DC) અને KL રાહુલને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રિલીઝ કરવામાં આવ્યા છે. આમ, હરાજીમાં ત્રણ ભારતીય કેપ્ટન ઉપલબ્ધ થશે. જે ટીમોને હજુ પણ કેપ્ટનની જરૂર છે તે તેના માટે મોટી બોલી લગાવવાની તૈયારી કરી રહી છે. એક ખાસ વાત જે જોવામાં આવી છે તે એ છે કે આ વખતે કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ઈંગ્લેન્ડના કોઈ ખેલાડીને રિટેન કર્યા નથી. જોસ બટલર, લિયામ લિવિંગસ્ટૉન, જૉની બેયરર્સ્ટો, મોઈન અલી, સેમ કરાન, હેરી બ્રૂક, ફિલ સૉલ્ટ અને વિલ જેક્સ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે.

મુંબઇએ ભારતીય ખેલાડીઓને કર્યા રિટેન 
આ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ અથવા વ્યક્તિગત કારણોસર તેમની સિઝનના અમૂક ભાગોમાં IPL છોડી દે છે. આ ઘટનાઓએ કેટલીકવાર ટીમના સંતુલનને નુકસાન પહોંચાડ્યું હતું, કારણ કે ઘણી ટીમો તેમની વિદેશી પ્રતિભા પર આધારિત હતી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ભારતીય ખેલાડીઓ પર વિશ્વાસ દાખવ્યો છે. ટીમે કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ, 360 ડિગ્રી હિટર સૂર્યકુમાર યાદવ અને યુવા ડાબોડી બેટ્સમેન તિલક વર્માને જાળવી રાખ્યા છે. ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે CSKનો ભાગ છે.

આ પણ વાંચો

IPL 2025: રાજસ્થાને સાથ છોડતાં જ બટલરે શેર કરી ખાસ પૉસ્ટ, લખ્યું- આભાર રાજસ્થાન રૉયલ્સ.... 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget