IPL 2025: રાજસ્થાને સાથ છોડતાં જ બટલરે શેર કરી ખાસ પૉસ્ટ, લખ્યું- આભાર રાજસ્થાન રૉયલ્સ....
IPL 2025 Rajasthan Royals: બટલરે આઈપીએલમાં અત્યાર સુધી 107 મેચ રમી છે. આ દરમિયાન 3582 રન બનાવ્યા છે
IPL 2025 Rajasthan Royals: ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPL 2025ની રિટેન્શન લિસ્ટમાં રાજસ્થાન રૉયલ્સે જૉસ બટલરનું નામ સામેલ કર્યું નથી. ઈંગ્લેન્ડના પાવરફૂલ ખેલાડી બટલરનો આઈપીએલ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે રાજસ્થાન માટે ઘણી વખત વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. જો કે, તેને હજુ પણ જાળવી શકાયો નથી. રાજસ્થાનથી અલગ થયા બાદ બટલરે સોશિયલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરી છે. તેણે આ માટે તમામનો આભાર માન્યો છે. કેપ્ટન સંજૂ સેમસને બટલરની પૉસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
રાજસ્થાન રૉયલ્સે છ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. પરંતુ બટલરને તક આપવામાં આવી ન હતી. બટલરે ઈન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ શેર કરી છે. તેમાં ઘણા ફોટોગ્રાફ્સ પણ સામેલ છે. બટલરે લખ્યું, "આભાર રાજસ્થાન રૉયલ્સ." તમારી સાથે 7 સિઝન ખૂબ સારી હતી. 2018 અત્યાર સુધીની મારી ક્રિકેટ કારકિર્દીનું શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. મને અને મારા પરિવારને ખુલ્લા દિલથી સ્વીકારવા બદલ તમારો આભાર.'' સેમસને બટલરની પૉસ્ટ પર ટિપ્પણી કરી છે. તેણે હાર્ટ બ્રેક ઈમોજી સાથે કૉમેન્ટ કરી છે.
View this post on Instagram
દમદાર રહી છે બટલરની આઇપીએલ કેરિયર
બટલરે આઈપીએલમાં અત્યાર સુધી 107 મેચ રમી છે. આ દરમિયાન 3582 રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં 7 સદી અને 19 અડધી સદી પણ ફટકારી છે. છેલ્લી સિઝન પણ બટલર માટે શાનદાર રહી હતી. તેણે 2024માં 11 મેચમાં 359 રન બનાવ્યા હતા. આ દરમિયાન બે સદી ફટકારી હતી. બટલરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 107 રન હતો.
2022 માં કર્યુ હતુ વિસ્ફોટક પ્રદર્શન
બટલર માટે 2022ની સિઝન શ્રેષ્ઠ રહી હતી. તેણે આ વર્ષે કુલ 17 મેચ રમી અને 863 રન બનાવ્યા. બટલરે 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 116 રન હતો. બટલરે 2016માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ સિઝન તેના માટે ખાસ ન હતી. બટલરે 2016માં 255 રન બનાવ્યા હતા.
View this post on Instagram
આ પણ વાંચો