શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2023: આઇપીએલની 16મી સિઝનને લઇને મોટુ અપડેટ, 16 ડિસેમ્બરે થશે ખેલાડીઓની હરાજી

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇપીએલની આગામી સિઝન માટે હરાજીનુ આયોજન 16 ડિસેમ્બરે થઇ શકે છે

IPL 2023: ઇન્ડિયન પ્રીમિયૉર લીગની 16મી સિઝનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આઇપીએલની 16મી સિઝનને લઇને હરાજીનુ આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. 

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર એવા દાવો કરવામાં આવી રહ્યો છે કે આઇપીએલની આગામી સિઝન માટે હરાજીનુ આયોજન 16 ડિસેમ્બરે થઇ શકે છે. બીસીસીઆઇએ જોકે, હજુ સુધી કોઇ અધિકારિક એલાન નથી કર્યુ. 

બીસીસીઆઇએ આઇપીએલની 16મી સિઝનની હરાજીની પ્રક્રિયાને લઇને ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ હરાજીને લઇને શિડ્યૂલ લગભગ ફાઇનલ કરી લીધુ છે. જોકે, આ વખતે હરાજીની પ્રક્રિયા નાની જ રહેશે. હરાજીનુ આયોજન કઇ જગ્યાએ થશે એ હજુ સુધી ફાઇનલ નથી થઇ શક્યુ. 

આઇપીએલની 16મી સિઝનની શરૂઆતને લઇને હજુ સુધી સ્થિતિ પુરેપુરી રીતે સ્પષ્ટ નથી. પરંતુ એ વાતની સંભાવના વધુ છે કે, આઇપીએલની 16ી સિઝનનુ આયોજન માર્ચના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવશે. જોકે, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ છે કે આ વખતે જુના ફોર્મેટ અંતર્ગત આઇપીએલનું આયોજન થશે. આનો અર્થ છે કે, ટીમોની અડધી મેચો પોતાના હોમગ્રાઉન્ડ પર રમવી પડશે અને અડધી મેચ બહાર.

IPL 2023: હવે જુના ફોર્મેટમાં રમાશે IPL, મહિલા IPL પણ થશે શરુ, જાણો શું-શું બદલાશે - 

IPL 2023 Format: IPL 2023 ફરી એકવાર જૂના ફોર્મેટમાં પરત ફરશે. એટલે કે હવે પહેલાની જેમ ટીમો અડધી મેચ પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર અને અડધી મેચ અન્ય ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમતી જોવા મળશે. આ સાથે મહિલા IPL પણ આવતા વર્ષથી શરૂ થવા જઈ રહી છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી દ્વારા રાજ્યોના એસોસિએશનને મોકલવામાં આવેલા ઈમેલમાં આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

ગાંગુલીએ મંગળવારે રાજ્ય ક્રિકેટ એસોસિએશનને એક ઈમેલ કર્યો હતો. આ મુજબ, કોવિડ-19ને કારણે છેલ્લા ત્રણ સીઝનથી મર્યાદિત સ્થળ પર રમાતી IPL હવે પહેલાની જેમ હોમ અને અવે ગ્રાઉન્ડના આધારે રમાશે. ગાંગુલીએ લખ્યું છે કે, 'આગામી સિઝનથી આઈપીએલમાં મેચો હોમ-અવે ફોર્મેટમાં રમાશે. તમામ 10 ટીમો પોતપોતાની ઘરઆંગણે મેચ રમશે.

પુરુષોની IPL ભારતમાં અને ભારતની બહાર બંને જગ્યાએ રમાશે. આ સિવાય મેન્સ આઈપીએલની તમામ 10 ટીમો પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી શકશે. જો કે ગયા વર્ષે આઈપીએલ ભારતમાં માત્ર 4 મેદાન પર રમાઈ હતી. જેમાં મુંબઈ અને પુણેના મેદાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે કોલકાતા અને અમદાવાદમાં નોકઆઉટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ વખત IPLનું ટાઇટલ જીત્યું હતું.

મહિલા IPL આવતા વર્ષથી શરૂ થશે
સૌરવ ગાંગુલીએ લખ્યું છે કે, 'BCCI હાલમાં મહિલા IPLના આયોજન પર કામ કરી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તેની પ્રથમ સિઝન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. વધુ વિગતો આગામી સમયમાં સ્પષ્ટ થશે.

મહિલાઓ માટે અંડર-15 ટુર્નામેન્ટ
સૌરવ ગાંગુલીએ ઈમેલમાં લખ્યું, 'મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે આ સિઝનથી અંડર-15 ગર્લ્સ ટૂર્નામેન્ટ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટ સારી રીતે આગળ વધી રહી છે અને આપણી રાષ્ટ્રીય ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ નવી ટૂર્નામેન્ટ છોકરીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે માર્ગદર્શન આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget