વડોદરાના આર્ટિસ્ટે બનાવ્યું ગુજરાત ટાઈટન્સનું કૉફી પેઈન્ટિંગ,ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે નામ
વડોદરા: શહેરના કૉફી આર્ટિસ્ટે કૉફી પેઈન્ટિંગ બનાવ્યું છે. તેમણે 300થી વધારે કૉફી પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ઉદય ઉલ્હાસ નામના આર્ટિસ્ટે ક્રિકેટરો, એક્ટર, નેતાઓના કૉફી પેઈન્ટિંગ તૈયાર કર્યા છે.
વડોદરા: શહેરના કૉફી આર્ટિસ્ટે કૉફી પેઈન્ટિંગ બનાવ્યું છે. તેમણે 300થી વધારે કૉફી પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ઉદય ઉલ્હાસ નામના આર્ટિસ્ટે ક્રિકેટરો, એક્ટર, નેતાઓના કૉફી પેઈન્ટિંગ તૈયાર કર્યા છે. સચિન તેંડુલકર, કિરણ મોરે, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, નયન મોંગિયાના કૉફી પેઈન્ટિંગ તેમણે બનાવ્યા છે. તો બીજી તરફ તાજેતરમાં તેમણે ગુજરાત ટાઈટન્સનું પણ કૉફી પેઈન્ટિંગ તૈયાર કર્યુ છે. ગુજરાતની ટીમ પહેલીવાર આઈપીએલમાં રમી રહી છે અને સાથે તેમણે પ્રથમ વખતમાં જ ઈતિહાસ રચી દીધો છે. આવતીકાલે આઈપીએલની ફાઈનલમાં ગુજરાતનો મુકાબલો રાજસ્થાન સામે થશે. ઉદય ઉલ્હાસે બનાવેલા પેઈન્ટિગના કારણે તેમનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સૌથી વધારે કૉફી પેઈન્ટિંગનો બનાવવાનો રેકોર્ડ તેમના નામે નોધાયો છે.
IPL 2022ની ફાઇનલમાં ટકરાશે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ
IPL 2022 સિઝનની ફાઇનલ મેચ રવિવારે રમાશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે થશે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. રાજસ્થાન રોયલ્સએ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાનની આ જીતનો હીરો જોસ બટલર રહ્યો હતો. બટલરે 60 બોલમાં 10 ફોર અને 6 સિક્સરની મદદથી 106 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોસ બટલરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બંને ટીમોનું આ પ્રદર્શન રહ્યું છે
આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ગુજરાત ટાઇટન્સે લીગ તબક્કાની 10 મેચ જીતી, જ્યારે 4 મેચમાં હાર મળી હતી. આ રીતે ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-1માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. રાજસ્થાન રોયલ્સએ પણ લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે લીગ તબક્કાની 9 મેચ જીતી હતી, જ્યારે 5 મેચ હારી હતી. રાજસ્થાન રોયલ્સ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે, તે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું. પરંતુ ક્વોલિફાયર-2માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે બંને ટીમો 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને થશે.
બેગ્લોરને હરાવી ફાઇનલમાં પહોંચી રાજસ્થાન રોયલ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર-2માં સામસામે હતા. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 158 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર જોસ બટલરે 60 બોલમાં 106 રન બનાવ્યા હતા. બટલરે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.