શોધખોળ કરો

IPL Title Sponsor: ટાટા ગૃપ જ રહેશે IPL ટાઇટલ સ્પૉન્સર, 5 વર્ષ માટે 2500 કરોડ રૂપિયાની લગાવી બોલી

ટાટા ગ્રુપ છેલ્લા બે વર્ષથી IPLનું સ્પૉન્સર છે. ટાટાએ IPL 2022 અને 2023માં સ્પૉન્સરશિપ માટે BCCIને 670 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા

Indian Premier League: ટાટા ગ્રૂપ આગામી પાંચ વર્ષ સુધી IPLનું ટાઇટલ સ્પૉન્સર બની રહે તેવી શક્યતા છે. ટાટા સન્સે IPL 2024 થી 2028 ની ટાઇટલ સ્પૉન્સરશિપ માટે દર વર્ષે 500 કરોડ રૂપિયા એટલે કે કુલ 2500 કરોડ રૂપિયાની બિડ કરી છે. તેમની બોલી આદિત્ય બિરલા ગૃપની બોલી સાથે મેચ થઈ રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ટાટા ગૃપ વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગનું ટાઇટલ સ્પૉન્સર બની રહેશે.

ગયા વર્ષે 12 ડિસેમ્બરે BCCIએ આ સ્પૉન્સરશિપ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. 14 જાન્યુઆરીએ આદિત્ય બિરલા ગ્રુપે તેના માટે 2500 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. હવે શુક્રવારે સાંજે સમાચાર આવ્યા કે ટાટા ગ્રૂપે પોતે આ જ રકમ દાવ પર લગાવવાનો નિર્ણય કર્યો છે.

શું વધી ગઇ ટાઇટલ સ્પૉન્સરની કિંમત ?
ટાટા ગ્રુપ છેલ્લા બે વર્ષથી IPLનું સ્પૉન્સર છે. ટાટાએ IPL 2022 અને 2023માં સ્પૉન્સરશિપ માટે BCCIને 670 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. હવે આઈપીએલ માટે આ રકમ વધી ગઈ છે. તેનું મુખ્ય કારણ માત્ર IPLનો વધતો જતો ક્રેઝ નથી, પરંતુ આગામી સિઝનમાં IPL મેચોની સંખ્યામાં વધારો પણ છે.IPL 2024માં કુલ 74 મેચો રમાશે. આ પછી, બીસીસીઆઈ આઈપીએલ 2025 માં તેને 84 અને પછી આઈપીએલ 2026 થી વધારીને 94 કરવાની યોજના ધરાવે છે.

ક્યારથી શરૂ થશે આઇપીએલની નેક્સ્ટ સિઝન ?
IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થવાની શક્યતા છે. આ ટૂર્નામેન્ટ 26મી મે સુધી ચાલુ રહી શકે છે. આ પહેલા વૂમેન્સ પ્રીમિયર લીગનું પણ આયોજન થવાનું છે. આ માટે ફેબ્રુઆરીના મધ્યથી 10 માર્ચ સુધી વિન્ડો હોવાના સમાચાર છે. લોકસભાની ચૂંટણી છતાં આ વખતે આઈપીએલ ભારતમાં જ રમાય તેવી શક્યતા છે.

IPL 22 માર્ચથી શરૂ થશે! WPL ની સંભવિત તારીખ પણ જાહેર; સામાન્ય ચૂંટણીની અસર દેખાશે

આઈપીએલ 2024નો ઉત્સાહ માર્ચના ચોથા સપ્તાહથી શરૂ થશે. આ પહેલા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) મેચો યોજાશે. WPL ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

દૈનિક જાગરણના અહેવાલ મુજબ, WPL મેચ ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી રમાશે. આ પછી 22 માર્ચથી IPL 2024 શરૂ થશે. WPL ની સરખામણીમાં જ્યાં માત્ર બે જ સ્થળો હશે. આઈપીએલની મેચો એક ડઝન શહેરોમાં યોજાશે.

તે પ્રકાશમાં આવી રહ્યું છે કે WPL મેચો દિલ્હી અને બેંગલુરુમાં યોજવામાં આવશે. બીજી તરફ આઈપીએલમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી પોતપોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે 10 મેદાન પર મેચ રમશે, આ સિવાય રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની મેચ પણ તેમના હોમ ગ્રાઉન્ડ સિવાય અન્ય બે મેદાન પર રમાશે.

સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે IPLનું શેડ્યૂલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચથી મે વચ્ચે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે જેથી IPL મેચો અને ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં સંતુલન રહે અને કાયદો અને વ્યવસ્થામાં કોઈ સમસ્યા ન થાય. તમને જણાવી દઈએ કે 2009માં સામાન્ય ચૂંટણીના કારણે દક્ષિણ આફ્રિકામાં IPLનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2014માં પણ ચૂંટણીના કારણે અડધી મેચ યુએઈમાં જ યોજવી પડી હતી.

ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ બાદ IPL શરૂ થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ સિરીઝ 11 માર્ચે પૂરી થશે. એટલે કે આ પછી ખેલાડીઓને લગભગ દોઢ સપ્તાહનો બ્રેક મળશે અને ત્યારપછી આઈપીએલનો ઉત્સાહ શરૂ થઈ જશે.

BCCIએ ગયા વર્ષે મહિલા પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તમામ મેચો એક જ શહેરમાં યોજાઈ હતી. આ મેચો મુંબઈના અલગ-અલગ મેદાનો પર રમાઈ હતી. ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા અને વધુને વધુ લોકો સુધી પહોંચવા બોર્ડ વિવિધ આયોજનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ વખતે વુમન્સ પ્રીમિયર લીગનું આયોજન બે શહેરોમાં કરવામાં આવશે. આ માટે દિલ્હી અને બેંગલુરુની પસંદગી કરવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયાની ટીમ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટીમોમાં દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget