(Source: Poll of Polls)
IPL 2025 માં MS Dhoni રમશે કે નહીં ? CSK ના સીઇઓએ આપ્યો હોશ ઉડાવી દેનારો જવાબ
MS Dhoni, IPL 2025: જ્યારે BCCI અધિકારીઓએ IPL ટીમના માલિકો સાથે બેઠક યોજી હતી, ત્યારે અફવાઓ ફેલાઈ હતી કે CSK એ અનકેપ્ડ પ્લેયર રૂલ્સને પાછો લાવવાની માંગ કરી હતી
CSK CEO on MS Dhoni Future IPL 2025: ગઇ આઇપીએલ સિઝન પુરી થયા તમામ ફેન્સ ધોની વિશે વિચારી રહ્યાં છે. શું એમએસ ધોની IPL 2025માં રમશે કે નહીં ? ખરેખરમાં, આ વાત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને તેના ફેન્સ માટે ખૂબ જટિલ સવાલ છે. હવે CSKના CEO કાસી વિશ્વનાથને એક ઈવેન્ટ દરમિયાન આગામી સિઝનમાં ધોનીના રમવા અંગે મોટું અપડેટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ધોનીને અનકેપ્ડ પ્લેયર્સની યાદીમાં સામેલ કરવાની અપેક્ષાઓ ચરમસીમાએ હતી.
હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું, "અમે પણ ધોનીને CSK ટીમમાં રમતો જોવા માંગીઓ છીએ, પરંતુ તેને હજુ સુધી કોઇપણ પ્રકારની પુષ્ટિ નથી કરી. હું તમને 31 ઓક્ટોબર પહેલા બધુ જ બતાવી દઇશ. અમે આશા રાખીએ છીએ કે તે રમશે." BCCI એ નવી રિટેન્શન પૉલીસી જાહેર કર્યા બાદ જાહેરાત કરીને બતાવ્યુ હતુ કે, તમામ ટીમોને 31 ઓક્ટોબર સુધી પોત-પોતીની રિટેન્શન લિસ્ટ સબમીટ કરવવી પડશે. આનો અર્થ આગામી એક અઠવાડિયાની અંદર ધોનીના IPL 2025માં રમવા પર જરૂરી પૂરતુ અપડેટ સામે આવી શકે છે.
અનકેપ્ડ પ્લેયર નિયમ પર પણ કંઇ સ્પષ્ટતા નથી
જ્યારે BCCI અધિકારીઓએ IPL ટીમના માલિકો સાથે બેઠક યોજી હતી, ત્યારે અફવાઓ ફેલાઈ હતી કે CSK એ અનકેપ્ડ પ્લેયર રૂલ્સને પાછો લાવવાની માંગ કરી હતી. પરંતુ બાદમાં ખબર પડી કે BCCI પોતે આ નિયમને પાછો લાવવા માંગે છે. આ હેઠળ કોઈપણ ખેલાડી કે જેણે છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યું તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવશે.
એમએસ ધોની અંગે કોઈ સ્પષ્ટતા નથી કે શું CSK તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખશે કે તેના માટે અલગ યોજના બનાવવામાં આવશે. જો ધોનીને અનકેપ્ડ ખેલાડી બનાવવામાં આવે તો તેનો પગાર 3 ગણો ઘટીને 4 કરોડ રૂપિયા થઈ જશે, જ્યારે તેણે છેલ્લી સિઝન રમવા માટે 12 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.
આ પણ વાંચો
T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો