IPLની વચ્ચે અચાનક લગ્ન ગોઠવાઇ જતાં ચેન્નાઇનો આ સ્ટાર ખેલાડી મેચ પડતી મુકીને જતો રહ્યો ઘરે, જાણો વિગતે
સીએસકેની મેચ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે, મુંબઇ સામેની મેચ પહેલા સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવૉન કૉનવે ટીમમાથી દુર થઇ ગયો છે
IPL 2022 MI vs CSK Devon Conway: ઇન્ડિયન પ્રીમિયર લીગની 33મી મેચમાં આજે ચેમ્પીયન સામે ચેમ્પીયનની જોરદાર ટક્કર થવાની છે, પરંતુ ખાસ વાત છે કે, આજની મેચમાં રમી રહેલી મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમો આ સિઝનમાં એકદમ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે
આઇપીએલ સિઝન 15માં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે 6 મેચોમાંથી એકમાં જીત મેળવી છે, તો પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો વળી બીજીબાજુ મુંબઇની ટીમે સળંગ 6 મેચોમાં માત ખાધી છે. આજની મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે.
સીએસકેની મેચ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે, મુંબઇ સામેની મેચ પહેલા સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવૉન કૉનવે ટીમમાથી દુર થઇ ગયો છે. રિપોર્ટ છે કે ડેવૉન કૉનવેને આઇપીએલની વચ્ચે અચાનક લગ્ન ગોઠવાઇ જતાં તે પોતાના દેશમાં ઘરે પરત ફર્યો છે, કૉનવે લગ્ન માટે સાઉથ આફ્રિકા જતો રહ્યો છે, હવે ત્યાં જઇને તે પોતાની મંગેતર સાથે લગ્ન કરશે. જોકે, કૉનવે આગામી 25 એપ્રિલે પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા ટીમ સાથે પાછો જોડાઇ જશે.
Now showing - Kim & Conway Wedding Cassette 📼!
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
📹👉 https://t.co/oYBPQHs25f!#WeddingWhistles #Yellove 🦁💛 pic.twitter.com/pTLdQgTa5n
ખાસ વાત છે કે ડેવૉન કૉનવેની પ્રી-વેડિંગનુ આયોજન પણ હમણાં જ મુંબઇની એક હૉટલમાં કરવામાં આવ્યુ હતુ. આ જશ્નમાં સીએસકેના તમામ ખેલાડીઓ હાજર રહ્યાં હતા. તમામ ખેલાડીઓએ પાર્ટીમાં જબરદસ્ત મસ્તી કરી હતી. મહેન્દ્ર સિંહ ધોની સહિત તમામ ખેલાડીઓએ લુંગી પહેરીને પૉઝ આપ્યા હતા.
📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022
Maapilai with Thol Kodukkum thozhans! 💛#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 https://t.co/v3boCGSb5A pic.twitter.com/AzDvpHgH5Y
— Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022