CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો
ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં MI ટીમે પ્રથમ રમતા 155 રન બનાવ્યા હતા.

CSK vs MI Full Match Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં MI ટીમે પ્રથમ રમતા 155 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 5 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રચિન રવિન્દ્ર ચેન્નાઈ માટે મેચ વિનર રહ્યો હતો. જેણે 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. ચેન્નઈ તરફથી કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે પણ તોફાની ઈનિંગ રમી 53 રન બનાવ્યા હતા.
મેચ વિનર રચિન રવિન્દ્ર
રચિન રવિન્દ્ર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વાસ્તવિક મેચ વિનર હતો. તેણે રાહુલ ત્રિપાઠી સાથે ઇનિંગની શરૂઆત કરી હતી, જે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ રવિન્દ્રએ ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને 67 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ગાયકવાડે 26 બોલમાં 53 રનની તોફાની ઇનિંગ રમી હતી.
રચિન રવિન્દ્ર અને રુતુરાજ ગાયકવાડની અડધી સદીના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને ચાર વિકેટથી હરાવીને જીત સાથે શરૂઆત કરી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જવાબમાં CSKએ 19.1 ઓવરમાં છ વિકેટે 158 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.
નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં પ્રથમ મેચ રમનાર મુંબઈને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2012થી મુંબઈ સિઝનની પ્રથમ મેચ જીતી શક્યું નથી. પ્રથમ મેચમાં તેમની આ સતત 13મી હાર છે.
સ્પિનરોની જાળ
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. પરંતુ સ્પિનરોએ આખી મેચમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો. પહેલા ચેન્નાઈના નૂર અહેમદે તબાહી મચાવી હતી, જેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ લીધી હતી. અહેમદે સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોબિન મિંઝ અને નમન ધીરને પણ આઉટ કર્યા હતા. ચેન્નાઈ તરફથી રવિચંદ્રન અશ્વિને પણ એક વિકેટ લીધી હતી.
બીજી તરફ, જો આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો નવોદિત બોલર વિગ્નેશ પુથુરે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેની પહેલી જ IPL મેચમાં તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના માટે સૌથી મોટી વિકેટ CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડની હતી. તમને જણાવી દઈએ કે છેલ્લી 7 મેચોમાં MI પર ચેન્નાઈની આ છઠ્ઠી જીત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
