શોધખોળ કરો

CSK vs MI: રોહિત-જૈક્સ-સૂર્યા ફેલ, દીપક ચહરના કારણે સન્માનજનક સ્કોર સુધી પહોંચી મુંબઈની ટીમ

મુંબઈ ઈન્ડિયન્સે પહેલા રમતા 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ખૂબ જ શાનદાર બોલિંગ કરવામાં આવી હતી, તેથી જ MI તરફથી તિલક વર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

CSK vs MI 1st Innings Highlights: મુંબઈ ઈન્ડિયન્સે પહેલા રમતા 155 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ખૂબ જ શાનદાર બોલિંગ કરવામાં આવી હતી, તેથી જ MI તરફથી તિલક વર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેના બેટમાંથી માત્ર 31 રન આવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી નૂર અહેમદે 4 વિકેટ લીધી હતી, જ્યારે ખલીલ અહેમદે પણ તબાહી મચાવી હતી અને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ મેચમાં રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. રોહિત શર્મા ઝીરોમાં આઉટ થયો હતો.  

રોહિત શર્માએ 4 બોલ રમ્યા પરંતુ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. રોહિત હવે આઈપીએલના ઈતિહાસમાં 18 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો છે, જે સૌથી વધુ છે. તેણે IPL ઈતિહાસમાં સૌથી વધુ ડક્સના મામલે દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની બરાબરી કરી હતી. આ વખતે મુંબઈ તરફથી રમતા વિલ જેક્સ પણ નિષ્ફળ રહ્યો હતો જેણે 11 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ ચોક્કસપણે થોડીવાર માટે ક્રિઝ પર ઊભો રહ્યો હતો, પરંતુ તે નૂર અહેમદના બોલ પર એમએસ ધોની દ્વારા  સ્ટમ્પિંગ દ્વારા આઉટ થઈ ગયો હતો. સૂર્યકુમાર યાદવ   માત્ર 29 રન બનાવી શક્યો હતો. તેની પાસે મોટી ઈનિંગની આશા હતી પરંતુ તે પણ આઉટ થઈ ગયો હતો.  

મુંબઈની બેટિંગની હાલત એટલી ખરાબ હતી કે ટીમ તરફથી સૌથી વધુ રન તિલક વર્માના હતા જેમણે 31 રન બનાવ્યા હતા. નમન ધીરે 17 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને મિશેલ સેન્ટનરે પણ 11 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

દીપક ચહરના કારણે સ્કોર 150ને પાર થયો

એક બોલરે મુંબઈ ઈન્ડિયન્સની લાજ બચાવી છે. ટીમે 128ના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે MI ટીમ માત્ર 140ના સ્કોર સુધી પહોંચી શકશે. પરંતુ દીપક ચહરે 15 બોલમાં અણનમ 28 રન ફટકારીને મુંબઈનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો. ચહરે તેની ટૂંકી ઇનિંગ્સમાં માત્ર 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. દીપક ચહરની આ ઈનિંગના કારણે જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ

ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ

અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
CSK vs MI Live Score: મુંબઈને મોટો ઝટકો, રોહિત શર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
ગોંડલને બદનામ કરનારા સાંભળી લો! જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ આપ્યો જવાબ
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
અમદાવાદમાં ગુનેગારોની ખેર નહીં! પોલીસ કમિશનરે ખોલી દીધો ચોપડો! 1481 અસામાજિક તત્વોની યાદી જાહેર!
હવે દીવના કિલ્લાને જોવાના પણ રૂપિયા લાગશે! પ્રવાસીઓ માટે ખર્ચો વધ્યો! એપ્રિલથી નવો નિયમ લાગુ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! પગાર ઉપરાંત સરકાર નવી પેન્શન સ્કીમમાં આપશે આટલો મોટો હિસ્સો

સુસાઈડ પ્લાન્ટ: એવો તે કયો છોડ કે અડતા જ મરવાનું મન થાય? સાપના ઝેરથી પણ વધુ ખતરનાક!

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત

Embed widget