CSK vs RCB: બેંગ્લોરે ચેન્નાઈને 174 રનનો ટાર્ગેટ આપ્યો, મહિપાલ અને ડુ પ્લેસિસનું શાનદાર પ્રદર્શન
IPL 2022 ની 49મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
IPL 2022 ની 49મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લોર તરફથી મહિપાલ લોમરોર અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરી હતી. ચેન્નાઈ તરફથી મહેશ તિક્ષાના અને મોઈન અલીએ શાનદાર બોલિંગ કરી હતી. મહેશે 3 વિકેટ લીધી હતી. જ્યારે મોઈનને 2 વિકેટ લેવામાં સફળતા મળી હતી.
RCBએ ટોસ હાર્યા બાદ વિરાટ કોહલી અને ડુ પ્લેસિસ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન બંને ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. કોહલીએ 33 બોલમાં 30 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે ડુ પ્લેસિસે 22 બોલમાં 38 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસે તેની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જો કે, ગ્લેન મેક્સવેલ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 3 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો.
મહિપાલે સારી બેટિંગ કરી હતી. તેણે 27 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. રજત પાટીદારે ટૂંકી પણ તોફાની ઇનિંગ રમી હતી. તેણે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 26 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 17 બોલમાં 2 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. વાનિન્દુ હસરંગા શૂન્ય પર આઉટ થયો હતો. શાહબાઝ અહેમદ એક રન બનાવીને આઉટ થયો હતો.
મહેશે તિક્ષાનાએ ચેન્નાઈ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મોઈન અલીએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પ્રિટોરિયસે 3 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી. જો કે મુકેશ ચૌધરીને આજે એક પણ વિકેટ લેવામાં સફળતા મળી નથી.