DC vs CSK: ચેન્નઇ સામેની મેચમાં મોટા ફેરફાર કરશે દિલ્હી કેપિટલ્સ, મેચ અગાઉ કરી જાહેરાત
દિલ્હી આ સીઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી.
DC vs CSK, Indian Premier League 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝન દિલ્હી કેપિટલ્સ માટે બિલકુલ સારી રહી નથી. દિલ્હી આ સીઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. હવે ટીમ સીઝનનો અંત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે. દિલ્હીએ તેની છેલ્લી લીગ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવાની છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે ચેન્નઈ માટે તેની છેલ્લી લીગ મેચ જીતવી જરૂરી છે. આ મેચ પહેલા દિલ્હીની ટીમે પણ મોટી જાહેરાત કરી છે.
Ending our #IPL2023 campaign on a 🌈 note!
— Delhi Capitals (@DelhiCapitals) May 19, 2023
Our boys will be donning these special threads in our last home match of the season at #QilaKotla! #YehHaiNayiDilli #DCvCSK pic.twitter.com/UuvM51Yo8R
ચેન્નઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સ અલગ જર્સીમાં જોવા મળશે. 2020 સીઝનમાં પ્રથમ વખત દિલ્હી કેપિટલ્સ રેઈન્બો જર્સીમાં રમી હતી. આ પછી ટીમ આ જર્સી પહેરીને દરેક સીઝનમાં એક મેચ રમે છે.
વર્ષ 2020 માં જ્યારે ટીમ આ જર્સી પહેરીને પ્રથમ વખત મેદાનમાં આવી હતી ત્યારે તેણે RCB સામે 59 રનથી જીત મેળવી હતી. 2021ની સીઝનમાં ટીમે આ જર્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ 4 વિકેટે જીતી હતી. ગત સીઝનમાં દિલ્હીએ આ જર્સી પહેરીને સીઝનની પ્રથમ મેચ રમી હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 વિકેટે જીત મેળવી હતી.
જો ચેન્નઈ હારી જાય તો અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે
ચેન્નઈ સુપર કિંગ્સ આ સીઝનમાં બીજી વખત દિલ્હી કેપિટલ્સ સામે રમવા મેદાનમાં ઉતરશે. આ પહેલા જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે ચેન્નઈએ 27 રને મેચ જીતી હતી. જો કે, જો આ મેચમાં CSKનો પરાજય થશે તો તેણે અન્ય મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
IPL 2023 Points Table: હૈદરાબાદને હરાવીને ટોપ-4માં પહોંચી બેગ્લોર, જાણો હવે શું છે પ્લે ઓફનું ગણિત ?
IPL Points Table: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. આ જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમા નંબરે સરકી ગઈ છે. જો કે, ગુજરાત ટાઇટન્સ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્રથમ ટોપ-3 ટીમોમાં યથાવત છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત બાદ પ્લે ઓફની રેસ રસપ્રદ બની છે. ગુજરાત ટાઇટન્સ 13 મેચમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
પોઈન્ટ ટેબલનું સમીકરણ કેટલું બદલાયું છે?
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 13 મેચમાં 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. લખનઉ સુપર જાયન્ટ્સના 13 મેચમાં 15 પોઈન્ટ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 14-14 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા નંબર પર છે.
આ સિવાય રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના 12-12 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ નવમા નંબરે અને સનરાઈઝર્સ હૈદરાબાદ દસમા નંબરે છે. આ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે