DC vs MI Live Score: મુંબઈએ રોમાંચક મેચમાં દિલ્હીને હરાવ્યું, મેચ 12 રને જીતી
DC vs MI Score Live Updates: IPL 2025ની 29મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં, જાણો બંને ટીમોની સ્થિતિ.

Background
DC vs MI Score Live Updates IPL 2025: IPL 2025ની 29મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેઓએ અત્યાર સુધી રમાયેલી ચારેય મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન કંઈ ખાસ રહી નથી અને તેઓએ 5 મેચમાંથી માત્ર 1માં જ જીત મેળવી છે. આજની મેચમાં મુંબઈ કોઈપણ ભોગે જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
દિલ્હી પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. જો કે, ટીમ માટે ચિંતાની વાત એ છે કે ફાફ ડુ પ્લેસિસ અને કેએલ રાહુલ પ્રેક્ટિસ માટે આવ્યા નહોતા. તેમ છતાં, તેઓ આજની મેચમાં રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરનારી મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે છે: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહની વાપસીથી મુંબઈનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બન્યું છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.
હવે જોવાનું એ રહેશે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો દિલ્હીનો નિર્ણય કેટલો સાચો સાબિત થાય છે અને મુંબઈ ઈન્ડિયન્સ આજે જીત સાથે વાપસી કરે છે કે નહીં. મેચની તમામ લાઇવ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
DC vs MI: મુંબઈએ રોમાંચક મેચમાં દિલ્હીને હરાવ્યું, મેચ 12 રને જીતી
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ૧૨ રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૨૦૫ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં ૧૯૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ ૫૯ રનની શાનદાર અર્ધસદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે ૪૦ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે રિકલ્ટે ૪૧ રન બનાવ્યા હતા.
૨૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ કરુણ નાયરે એક છેડો સાચવીને ૮૯ રનની લડાયક ઇનિંગ રમી હતી. જો કે, અન્ય બેટ્સમેનોના સાથના અભાવે દિલ્હી લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી અને ૧૯૩ રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં મહત્વપૂર્ણ બે પોઈન્ટ મેળવ્યા હતા.
DC vs MI Live Score: દિલ્હીને આઠમો ફટકો, આશુતોષ આઉટ
દિલ્હીની આઠમી વિકેટ આશુતોષ શર્માના રૂપમાં પડી હતી. તે 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ટીમને જીતવા માટે 14 રનની જરૂર છે.



















