DC vs MI Pitch Report: બેટ્સમેન તહેલકો મચાવશે કે બોલરનો કહેર? જાણો અરુણ જેટલી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
ડબલ હેડરની બીજી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

DC vs MI Pitch Report: ડબલ હેડરની બીજી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીની આ સિઝનની આ પ્રથમ મેચ છે. ચાલો જાણીએ કે અહીંની પિચની શું પરિસ્થિતિ હશે? બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા કેવા છે અને આ સ્ટેડિયમનો અગાઉનો IPL રેકોર્ડ કેવો છે.
આ સીઝનની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે જે હજુ સુધી એકપણ મેચ હારી નથી. અક્ષર પટેલની કપ્તાનીવાળી દિલ્હી 4માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સની હાલત સારી નથી, તે 5માંથી 4 મેચ હારી ગઈ છે અને તે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે.
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ IPL રેકોર્ડ્સ
દિલ્હીના આ સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 89 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 42 વખત જીત મેળવી છે અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 46 વખત જીત મેળવી છે. ટોસ જીતનારી ટીમ 45 વખત જીતી છે અને ટોસ હારનાર ટીમ 43 વખત જીતી છે.
સર્વોચ્ચ સ્કોર: 266 (એસઆરએચ સામે ડીસી)
સર્વોચ્ચ વ્યક્તિગત ઇનિંગ્સ: ક્રિસ ગેલ અને રિષભ પંત (128-128 રન)
શ્રેષ્ઠ સ્પેલ: લસિથ મલિંગા: 5/13 (એમઆઈ વિરૂદ્ધ ડીસી માટે)
DC vs MI હેડ ટુ હેડ આંકડા
કુલ મેચ: 35
દિલ્હી જીત્યું- 16
મુંબઈ જીત્યું- 19
અરુણ જેટલી સ્ટેડિયમ પિચ રિપોર્ટ
દિલ્હી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની છે, તેથી અહીં બેટ્સમેનોને વધુ મદદ મળે છે. આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. ટોસ જીત્યા બાદ અહીં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. આજે ફાસ્ટ બોલરોને સ્પિનરો કરતાં વધુ મદદ મળી શકે છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 210ની આસપાસ સ્કોર બનાવવો જોઈએ. 200થી ઓછા લક્ષ્યાંકને હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
ગુજરાત ટાઇટન્સ ટોપ પર હતી. હાર્યા બાદ તેનો રન રેટ નીચે ગયો હતો. જેના કારણે તે બીજા સ્થાને આવી ગઈ છે. સાથે જ ગુજરાતની હારનો ફાયદો દિલ્હી કેપિટલ્સને થયો છે. તે હવે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.




















