શોધખોળ કરો

૧૧.૭૫ કરોડના ખેલાડીએ હૈદરાબાદના ટોપ ઓર્ડરના ભુક્કા બોલાવી દીધા, હેડ-ઈશાન-રેડ્ડીને ૧૮ બોલમાં પેવેલિયન ભેગા કર્યા

દિલ્હી કેપિટલ્સના મોંઘા ખેલાડીનો તરખાટ, પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ મોટી વિકેટો ઝડપી.

Mitchell Starc IPL 2025: આઈપીએલ ૨૦૨૫ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં દિલ્હીના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરીને હૈદરાબાદના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સ્ટાર્કની ઘાતક બોલિંગે તેમના આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો હતો.

આઈપીએલ ૨૦૨૫ની આ મહત્વની મેચ ૩૦ માર્ચના રોજ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ સિઝનમાં પોતાના બેટિંગ ઓર્ડરને કારણે ઘણી મજબૂત માનવામાં આવી રહી છે અને ચાહકોને આશા હતી કે તેઓ ફરી એકવાર મોટો સ્કોર નોંધાવશે. હૈદરાબાદની ટીમની મુખ્ય તાકાત તેમની બેટિંગ જ છે અને જ્યારે તેઓ પ્રથમ બેટિંગ કરે છે ત્યારે સામેની ટીમ પર દબાણ વધી જાય છે.

દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં પણ હૈદરાબાદે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જો કે, કેપ્ટન કમિન્સનો આ નિર્ણય તેમની ટીમ માટે સારો સાબિત થયો નહોતો. પ્રથમ ઓવરમાં જ અભિષેક શર્મા રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો, જે હૈદરાબાદ માટે એક મોટો ઝટકો હતો. ત્યારબાદ સૌની નજર ટ્રેવિસ હેડ અને રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારનાર ઈશાન કિશન પર હતી.

પરંતુ દિલ્હી કેપિટલ્સના મોંઘા બોલર મિચેલ સ્ટાર્કે ઇનિંગની ત્રીજી ઓવરમાં હૈદરાબાદને બેવડો ફટકો આપ્યો હતો. પોતાના સ્પેલની બીજી ઓવરના પહેલા બોલ પર સ્ટાર્કે ઈશાન કિશનને આઉટ કર્યો હતો, જ્યારે ત્રીજા બોલ પર તેણે નીતિશ રેડ્ડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. નીતિશ રેડ્ડી આ મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. નોંધનીય છે કે મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શનમાં ૧૧.૭૫ કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો અને ગત સિઝનમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યો હતો.

સ્ટાર્ક પોતાની પ્રથમ બે ઓવરમાં જ પૂરી લયમાં જોવા મળ્યો હતો. તેના શાનદાર ફોર્મને જોતા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે તેને સ્પેલની ત્રીજી ઓવર પણ સોંપી હતી અને અહીં સ્ટાર્કે તે કામ કરી બતાવ્યું જેની તેનાથી અપેક્ષા હતી. તેણે આ ઓવરમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને દિલ્હીને સૌથી મોટી સફળતા અપાવી હતી. ૧૨ બોલમાં ૨૨ રન બનાવીને ફરી એકવાર ખતરનાક દેખાઈ રહેલો ટ્રેવિસ હેડ કેએલ રાહુલના હાથે સ્ટાર્કના બોલ પર કેચ આઉટ થયો હતો. રસપ્રદ વાત એ છે કે આ બીજી વખત હતું જ્યારે સ્ટાર્કે આઈપીએલમાં ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. હેડે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સ્ટાર્ક સામે ૭ બોલ રમ્યા છે અને તેમાં માત્ર ૧૦ રન જ બનાવી શક્યો છે.

આમ, મિચેલ સ્ટાર્કે પોતાના સ્પેલની પ્રથમ ૩ ઓવરમાં જ હૈદરાબાદના બેટિંગ ઓર્ડરના ત્રણ મહત્વના ખેલાડીઓ - ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને નીતિશ રેડ્ડીને પેવેલિયન મોકલીને મેચમાં દિલ્હીની પકડ મજબૂત કરી દીધી હતી. તેના આ પ્રદર્શનથી દિલ્હી કેપિટલ્સના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ટીમને જીતની આશા બંધાઈ હતી. સ્ટાર્કે પોતાની બોલિંગથી સાબિત કરી દીધું કે તેને આટલી મોટી કિંમતમાં ખરીદવાનો નિર્ણય યોગ્ય હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Embed widget