લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
ઇઝરાયલી સૈન્યએ દક્ષિણ બૈરૂતમાં વધુ એક હવાઈ હુમલો કર્યો છે

ઇઝરાયલી સૈન્યએ દક્ષિણ બૈરૂતમાં વધુ એક હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ રવિવારે પુષ્ટી કરી હતી કે તેઓએ હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફ હાયથમ અલી તબતાબાઈને મારી નાખ્યો છે. જોકે, હિઝબુલ્લાહે આની પુષ્ટી કરી નથી. આ હુમલો તાજેતરના મહિનાઓમાં ગ્રુપના નેતૃત્વ માટે સૌથી મહત્વપૂર્ણ ફટકો માનવામાં આવે છે.
🔴 ELIMINATED: Haytham Ali Tabatabai, Hezbollah’s Chief of General Staff, in the Beirut area.
— Israel Defense Forces (@IDF) November 23, 2025
Tabatabai, a veteran operative since the 1980s, commanded the Radwan Force, led Hezbollah operations in Syria, and entrenched its operational and combat capabilities.
During the war… pic.twitter.com/mCllkJOole
દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલો, હિઝબુલ્લાહ આતંકવાદીનું મોત
લેબનોનના હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ 8 ઓક્ટોબરે શરૂ થયું. આ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હિઝબુલ્લાહે ગાઝામાં તેના પેલેસ્ટિનિયન સાથીઓ પર દબાણ ઓછું કરવા માટે લેબનીઝ પક્ષને ટેકો આપ્યો હતો. સપ્ટેમ્બરમાં તેલ અવીવે પેજર્સ ઓપરેશન શરૂ કર્યું ત્યારે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હતું. IDF અનુસાર, તબતાબાઈ 1980ના દાયકાથી એક્ટિવ હિઝબુલ્લાહનો ઓપરેટિવ હતો. તેણે હિઝબુલ્લાહની ખાસ રેડવાન ફોર્સની રચના કરી, સીરિયામાં કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જૂથની લશ્કરી તાકાતમાં વધારો કર્યો હતો. ગયા વર્ષના યુદ્ધ અને ઓપરેશન નોર્ધન એરોઝ પછી તેણે ઇઝરાયલ-લેબનોન સરહદ પર લડાઈનું નેતૃત્વ કર્યું અને બાદમાં હિઝબુલ્લાહના ચીફ ઓફ જનરલ સ્ટાફ બન્યો હતો.
આ હુમલાથી દહિયેમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા અને વાહનો અને ઇમારતોને નુકસાન થયું હતું. લેબનીઝ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા.
અમેરિકાને આ હુમલાની જાણ કરવામાં આવી ન હતી.
એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ એક્સિઓસને જણાવ્યું હતું કે ઇઝરાયલે વોશિંગ્ટનને અગાઉથી જાણ કરી ન હતી. હુમલા પછી તરત જ અમેરિકન વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. અન્ય એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઘણા દિવસોથી જાણતું હતું કે ઇઝરાયલ લેબનોનમાં આવી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ હુમલા પછી જ અમેરિકાને જાણ કરવામાં આવી હતી.






















