(Source: ECI/ABP News/ABP Majha)
VIDEO: ડેબ્યૂ મેચમાં 'જુનિયર મલિંગા'નું મોટું કારનામું, પહેલા જ બોલ પર વિકેટ ઝડપી, જુઓ વીડિયો
IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
CSK vs GT: IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની આ 10મી જીત છે. આ સાથે 13 મેચમાં ચેન્નાઈની આ 9મી હાર છે. પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આસાનીથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ચેન્નાઈના જુનિયર મલિંગા એટલે કે મથિશા પથિરાનાએ ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.
134 રનના ટાર્ગેટનો બચાવ કરવા ઉતરેલા ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીએ આઠમી ઓવરમાં 19 વર્ષના પથિરાનાને બોલ આપ્યો હતો. IPLમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવેલા પથિરાનાએ કેપ્ટન ધોનીને નિરાશ ન કર્યો અને પહેલા જ બોલ પર ગુજરાતના ઓપનર શુભમન ગિલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ગિલ 17 બોલમાં 18 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. પથિરાનાએ તેની પ્રથમ IPL મેચમાં શાનદાર બોલિંગ કરી, 3.1 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી છે. ગિલ સિવાય તેણે હાર્દિક પંડ્યાને પોતાનો શિકાર બનાવ્યો હતો. પંડ્યાએ 6 બોલમાં 7 રન બનાવ્યા હતા.
A dream debut for Matheesha Pathirana 😍#MatheeshaPathirana #CSKvsGT #IPL2022 pic.twitter.com/D0bZn42fo5
— Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) May 15, 2022
આઇપીએલ પહેલાં મેગા ઓક્શનમાં મથિશા પથિરાનાને કોઈ ફ્રેન્ચાઈજીએ નહોતો ખરીદ્યો, પરંતુ ફાસ્ટ બોલર એડમ મિલ્ને ઇજાગ્રસ્ત થતાં ચેન્નાઇએ પથિરાનાને ટીમમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સામેલ કર્યો હતો. CSKએ રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ માટે મથિશા પથિરાનાને ખરીદ્યો હતો. પથિરાનાની બોલિંગ સ્ટાઈલ અને એક્શન દિગ્ગજ બોલર લસિથ મલિંગા જેવું જ છે. આ જ કારણ છે કે તેને 'જુનિયર મલિંગા' તરીકે પણ ઓળખવામાં આવે છે.