GT vs MI Qualifier 2: IPL ફાઇનલ માટે ગુજરાત ટાઇટન્સ -મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આજે જંગ, બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ 11 ?
IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે
Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે. ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમોએ આ મેચ જીતવી જરૂરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશવાનું લક્ષ્ય રાખશે. જ્યારે રોહિત શર્મા આઈપીએલમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા ફાઇનલમાં પહોંચવા માંગશે.
કોનું પલડુ ભારે રહેશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચોની વાત કરીએ તો રોહિત શર્માનું પલડું ભારે છે. આઇપીએલમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી હતી. IPL 2023માં રમાયેલી બે મેચમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. અને IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાનાર ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સની નજર સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશવા પર હશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતે IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં પણ ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ દરમિયાન ગુજરાતની ટીમે 14માંથી 10 મેચ જીતી અને 4માં હારનો સામનો કરવો પડ્યો. હાર્દિકની ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે મુંબઈની ટીમે 14માંથી 8 મેચ જીતી અને 6માં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે.
ગુજરાત ટાઇટન્સના સંભવિત પ્લેઇંગ 11
શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, યશ દયાલ, મોહિત શર્મા, મોહમ્મદ શમી.
મુંબઈ ઈન્ડિયન્સના સંભવિત પ્લેઈંગ 11
ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ મધવાલ, કુમાર કાર્તિકેય.
GT vs MI Qualifier 2: આજે ગુજરાત સામેની મેચમાં ફાઇનલ પર રહેશે મુંબઇની નજર, જાણો બંન્ને ટીમો વચ્ચેનો રેકોર્ડ્સ?
IPL 2023, Gujarat Titans vs Mumbai Indians Qualifier 2: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ કરો યા મરો રહેશે. જે ટીમ મેચ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગુજરાત ટાઇટન્સની ટીમને ચેન્નઇ સુપર કિંગ્સ સામે પ્રથમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનઉને હરાવ્યું હતું