IPL 2022માં મેદાન પર ફ્લોપ રહેલો વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર રહ્યો હિટ, એક ટ્વીટે બનાવ્યો રેકોર્ડ
ટ્વીટર દ્વારા મંગળવારે આઈપીએલની આ સીઝનમાં થયેલા સૌથી વધુ રીટ્વીટના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
Virat Kohli tweet: આઈપીએલ 2022ને ટાઈટલ વિજેતા ટીમ મળી ગઈ છે. ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભલે આ વર્ષે મેદાનમાં ફ્લોપર રહ્યો હોય પણ સોશિયલ મીડિયા પર હિટ સાબિત થયો છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં મુંબઈએ જીત મેળવી હતી જેની મદદથી RCB પ્લેઓફમાં પહોંચ્યું હતું. જે બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. વિરાટ કોહલીનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર સૌથી વધુ શેર થનારી પોસ્ટ બની ગઈ છે.
RCBને પ્લેઓફમાં સ્થાન મળ્યું હતુંઃ
વિરાટ કોહલીએ કરેલી આ પોસ્ટને 27.8 હજાર લોકોએ રીટ્વીટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર બીજા સૌથી ચર્ચિત ખેલાડીના સ્થાન પર મહેન્દ્ર સિંહ ધોની રહ્યો હતો. દિલ્હી અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચ બાદ મુંબઈની જીત પર આરીસીબીને પ્લેઓફમાં જગ્યા મળીી હતી. જે બાદ વિરાટ દ્વારા કરાયેલું ટ્વીટ સોશિયલ મીડિયા પર સૌથી વધુ શેર થનાર ટ્વીટ બન્યું. આ ટ્વીટમાં કોહલીએ કોલકાતા લખ્યું હતું અને ફ્લાઈટની ઈમોજી પણ મુકી હતી. જણાવી દઈએ કે ક્વોલીફાયર 1 અનને એલિમિનેટર મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી.
✈️ Kolkata @mipaltan 🤝 @RCBTweets
— Virat Kohli (@imVkohli) May 21, 2022
27.8 હજાર લોકોએ રીટ્વીટ કર્યુંઃ
ટ્વીટર દ્વારા મંગળવારે આઈપીએલની આ સીઝનમાં થયેલા સૌથી વધુ રીટ્વીટના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વિરાટ કોહલીનું આ ટ્વીટ સૌથી વધુ રીટ્વીટ સાથે ટોપ પર રહ્યું હતું. દિલ્હીને હરાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ટ્વીટર પરથી પણ જીતની ખુશી વ્યક્ત કરતું ટ્વીટ કરાયું હતું અને આ ટ્વીટ સૌથી વધુ રીટ્વીટ થનારના ક્રમમાં બીજા સ્થાન પર રહ્યું હતું. બેંગ્લોર ત્રીજી વખત પ્લેઓફમાં પહોંચતાં વિરાટ કોહલી ઘણો ખુશ હતો. જો કે, વિરાટની આ ખુશી લાંબી નહોતી ટકી અને રાસ્થાન સામે બીજી ક્વોલિફાયર મેચ બેંગ્લોર હારી ગયું હતું અને સીઝનમાંથી બહાર નિકળી ગયું હતું.