(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: હરાજી પહેલા આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં અહેવાલો આવ્યા છે કે આગામી સિઝન માટે 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં હરાજી યોજાવાની છે.
Chennai Super Kings: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં અહેવાલો આવ્યા છે કે આગામી સિઝન માટે 16 ડિસેમ્બરે બેંગ્લોરમાં હરાજી યોજાવાની છે. આ દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 15 નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જમા કરાવવાની રહેશે. ઘણી ટીમો બદલાવની રાહ જોશે. ચાલો જાણીએ કે તે 3 ખેલાડીઓ કયા હોઈ શકે છે જેમને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવા જોઈએ.
રાયડુને મુક્ત કરવો જોઈએ
37 વર્ષીય ભારતીય બેટ્સમેન અંબાતી રાયડુએ ચેન્નાઈ માટે ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે પરંતુ છેલ્લી સિઝનમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. રાયડુએ ગત સિઝનમાં 13 મેચમાં 274 રન બનાવ્યા હતા પરંતુ આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ અસરકારક રહી ન હતી. રાયડુને સતત તક આપવાને બદલે ચેન્નાઈએ હવે એવા યુવા ખેલાડી પર દાવ લગાવવો જોઈએ જે તેના માટે લાંબો સમય રમી શકે.
જોર્ડન વધુને વધુ ખર્ચાળ સાબિત થયો
ચેન્નાઈએ ગત સિઝનમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને પોતાની સાથે જોડ્યો હતો. જોર્ડન ગત સિઝનમાં માત્ર 4 મેચ રમ્યો હતો અને આ દરમિયાન તેની ઈકોનોમી 10થી વધુ હતી. આ દરમિયાન જોર્ડનના ખાતામાં માત્ર બે વિકેટ આવી. જો જોર્ડનની ટી20 કારકિર્દીને જ જોવામાં આવે તો તેની ઈકોનોમી ઘણી ઊંચી છે. ખાસ કરીને આઈપીએલમાં તે ઘણો મોંઘો સાબિત થયો છે.
આસિફ અન્ય ટીમમાં સફળ થઈ શકે છે
કેરળના 29 વર્ષીય ફાસ્ટ બોલર કેએમ આસિફની સ્થાનિક કારકિર્દી શાનદાર રહી છે, પરંતુ તેને ચેન્નાઈ સુપર કિંગ્સમાં તક મળી નથી. 2018થી સતત આ ટીમનો ભાગ બનેલા આસિફ અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમ્યો છે. ચેન્નાઈમાં સારા ફાસ્ટ બોલરોની હાજરી છે અને આ જ કારણ છે કે આસિફને તકો નથી મળી રહી. જો ચેન્નાઈ આસિફને મુક્ત કરે છે તો તે બીજી કોઈ ટીમમાં રમીને સારી સફળતા મેળવી શકે છે.
દેશનું સૌથી વ્યસ્ત રહેતું મુંબઈ એરપોર્ટ 6 કલાક બંધ રહેશે
દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આવતીકાલે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રહેશે. આ દરમિયાન જાળવણીની (Maintenance) કામગીરી કરવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA), દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક, સુરક્ષિત અને અવિરત રનવે ઓપરેશન જાળવવામાં ગર્વ અનુભવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મેન્ટેનન્સનું કામ ઘણી વખત થતું હોય છે. આવી સ્થિતિમાં, એરપોર્ટની કામગીરી યોગ્ય રીતે ચાલુ રાખવા માટે CSMIAએ મંગળવારે 18 ઓક્ટોબરે રનવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે સવારે 11:00 થી 17:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન સમારકામ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે.