IPL 2022: ચાલુ મેચમાં લખનઉની ટીમના મેન્ટર ગૌતમ ગંભીરનો અપશબ્દ બોલતો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
IPL 2022ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચમાં લખનઉનો 6 રને વિજય થયો હતો.
IPL 2022ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચમાં લખનઉનો 6 રને વિજય થયો હતો. આ જીત બાદ લખનઉ સુપર જાયંટ્સે પ્લેઓફમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. લખનઉએ આ સિઝનમાં 10માંથી 7 મેચ જીતી લીધી છે અને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.
દિલ્હી કેપિટલ્સ સામેની રોમાંચક મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરની એક પ્રતિક્રિયા સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન ગૌતમ ગંભીર પોતાની ભાવનાઓને રોકી શક્યો ન હતો અને મેદાન પર જ ગાળો બોલવા લાગ્યો હતો. જે બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Nothing better sight than watching Gautam Gambhir's aggression 🔥🔥🔥
— Mahima (@im_mahima) May 1, 2022
Missing his batting 🥺 pic.twitter.com/fRUkoQr1J2
છેલ્લી ઓવરમાં વિજય મેળવ્યોઃ
લખનઉ સામેની મેચમાં દિલ્હીને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. જો કે આ મેચમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમાં સફળ થયા ન હતા. છેલ્લી ઓવરમાં ટીમ 16 રન જ બનાવી શકી હતી. આ જીત બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર ખૂબ જ આક્રમક બની ગયો હતો અને ડગઆઉટમાં ઉત્સાહ પૂર્વક ગાળ બોલી હતી. જે બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
લખનઉ જીત્યુંઃ
નોંધનીય છે કે, રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ (77) અને દીપક હુડા (52)ની અડધી સદી અને મોહસીન ખાન (4/16)ની શાનદાર બોલિંગને કારણે લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 6 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચોઃ