![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી
આઈપીએલમાં આ વર્ષે ઘણા અનકેપ્ડ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ઘણા ખેલાડીઓ તો સીધા ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન પામ્યા છે.
![IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી IPL 2022 Best Uncapped Indian Players Playing Eleven Rahul Tripathi Captain IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/6ae104aff2fe4f01ee73d7787038137c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આઈપીએલમાં આ વર્ષે ઘણા અનકેપ્ડ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ઘણા ખેલાડીઓ તો સીધા ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન પામ્યા છે. ત્યારે આવો જાણીએ આ અનકેપ્ડ ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવનમાં કોને-કોને સ્થાન મળ્યું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદનો અભિષેક શર્મા ઓપનિંગ જોડી માટે શ્રેષ્ઠ અનકેપ્ડ ખેલાડી છે. આ સિઝનમાં તેણે 30થી વધુની બેટિંગ એવરેજ અને 130થી વધુની સ્ટ્રાઈક રેટથી 426 રન બનાવ્યા છે. તે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે.
આરસીબીનો રજત પાટીદાર ઓપનિંગ જોડી માટે નંબર બે બેટ્સમેનમાં ફિટ બેસે છે. રજતે આ સિઝનમાં 50થી વધુની બેટિંગ એવરેજ અને 150થી વધુની સ્ટ્રાઈક રેટથી 333 રન બનાવ્યા છે.
ત્રીજા ક્રમના બેટ્સમેન માટે રાહુલ ત્રિપાઠી સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. રાહુલ ત્રિપાઠી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડી છે. તેણે આ સિઝનમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. રાહુલ ત્રિપાઠીએ IPL 2022માં SRH માટે 37.55ની એવરેજ અને 158.23ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી આ અનકેપ્ડ પ્લેઈંગ ઈલેવનની કેપ્ટનશીપ માટે પણ શ્રેષ્ઠ ઉમેદવાર છે.
ચોથા નંબર પર બેટ્સમેન તરીકે મુંબઈ ઈન્ડિયન્સના તિલક વર્મા શ્રેષ્ઠ છે. તિલકે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ 397 રન બનાવ્યા હતા. આ દરમિયાન તિલકની બેટિંગ એવરેજ 36.09 અને સ્ટ્રાઈક રેટ 131.02 હતી.
પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને આ IPLની અનકેપ્ડ ભારતીય ટીમના વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવી શકે છે. તે વિકેટ પાછળ ખૂબ જ ચપળ રહ્યો છે. તેણે બેટિંગમાં પણ ઘણા રન બનાવ્યા છે. જીતેશે આ સિઝનમાં 163.63ના સ્ટ્રાઈક રેટ સાથે 29.25ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા છે.
આરસીબીના શાહબાઝ અહેમદ છઠ્ઠા ક્રમ પર બેટિંગ કરવા માટે ફિટ છે. શાહબાઝે આ સિઝનમાં 27.38ની એવરેજ અને 120.99ના સ્ટ્રાઈક રેટથી 219 રન બનાવ્યા છે. આ સાથે તેણે 4 વિકેટ પણ લીધી હતી.
રાહુલ તેવટિયા આ સિઝનની અનકેપ્ડ ભારતીય ટીમનો ફિનિશર હશે. તેવટિયાએ આ સિઝનમાં અનેક વખત ગુજરાત માટે મેચ વિનિંગ બેટિંગ રમી છે. તેણે 31ની એવરેજ અને 147.62ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
આ ટીમમાં સનરાઇઝર્સના સ્પીડ સ્ટાર ઉમરાન મલિકનું નામ સામેલ કરવું જરૂરી બની ગયું છે. તેણે આ સિઝનમાં 22 વિકેટ લીધી છે. તે આ સિઝનના ટોપ-5 બોલરોમાં સામેલ છે.
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મોહસીન ખાને IPL 2022માં 9 મેચ રમી હતી. તેણે 14.07ની શાનદાર બોલિંગ એવરેજથી 14 વિકેટ લીધી. મોહસીનની બોલિં ઉપર રન બનાવવા બેટ્સમેનો માટે ઘણું મુશ્કેલ હતું. તેણે પ્રતિ ઓવર માત્ર 5.97 રન આપ્યા હતા.
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપની જગ્યા પણ આ ટીમમાં બનાવવામાં આવી છે. અર્શદીપે આ સિઝનમાં 10 વિકેટ લીધી હતી. તેણે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી. તેનો ઈકોનોમી રેટ પણ 8 રનની નીચે છે.
ગુજરાત ટાઇટન્સનો સ્પિનર સાંઇ કિશોર ડાબોડી બોલર તરીકે આ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. તેણે આ સિઝનમાં 5 મેચમાં 6 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 20.17 અને ઈકોનોમી રેટ 7.56 છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)