IPL 2022: જાડેજાને કેપ્ટન બનાવવા વિશે ધોનીએ શું કર્યો મોટો ધડાકો
IPl 2022, Chennai Super Kings: ધોનીએ કહ્યું, જાડેજાને ગત વર્ષે જ કેપ્ટનશિપ અંગે જાણ કરી દેવામાં આવી હતી અને તેની પાસે કેપ્ટનશિપ માટે તૈયાર થવા પૂરતો સમય હતો.
IPL 2022,CSK: ધોની કેપ્ટન બનતાં જ સીએસકેનું લક પાછું આવ્યું હોય તેમ રવિવારે રમાયેલા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને હાર આપી હતી. મેચ પૂરી થયા બાદ ધોનીએ કેપ્ટન તરીકે પરત ફરવા અને જાડેજાને લઈ ખુલીને વાત કરી હતી. ધોનીએ કહ્યું, જાડેજાને ગત વર્ષે જ કેપ્ટનશિપ અંગે જાણ કરી દેવામાં આવી હતી અને તેની પાસે કેપ્ટનશિપ માટે તૈયાર થવા પૂરતો સમય હતો.
શું કહ્યું ધોનીએ
મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ધોનીને જ્યારે તેની કેપ્ટન તરીકેની વાપસી પર સવાલ કરવામાં આવ્યો તેના જવાબમાં કહ્યું. કેપ્ટન બદલવાથીચીજો આસાન થઈ જતી નથી. કારણકે જો તમે એખ ડ્રેસિંગ રૂમમાં હોવ તો વાતો થતી જ રહે છે.
જાડેજાની કેપ્ટનશિપ છોડવા અને ટીમના પ્રદર્શન પર ધોનીએ કહ્યું, જાડેજાને ગત સીઝનમાં જ ખબર પડી ગઈ હતી કે આગામી સિઝનમાં તેને મોકો મળી શકે છે. આ મારી અને જાડેજાની વાત હતી, આ સ્થિતિમાં તેની પાસે તૈયારીનો પૂરતો મોકો હતો.
અમરે મેચ જીતાડી શકે તેવો બેટર, ફીલ્ડર, બોલર જોઇતો હતો
મેં શરૂઆતની મેચમાં દખલ દીધી પરંતુ તે બાદ રવિન્દ્ર જાડેજા પર તમામ ફેંસલા છોડી દીધા. કારણકે સીઝનની અંતમાં તમે કેપ્ટનશિપ કોઈ બીજું કરતું હતું કે અન્ય કોઈ બહાના ન કાઢી શકો. ધોનીએ કહ્યું, જ્યારે તમે કેપ્ટન બનો છો ત્યારે અનેક ચીજો સાથે આવે છે. તેનાથી તમારા પરફોર્મંસ પર અસર પડે છે. આવું જ જાડેજા સાથે પણ થયું. અમારે બેટર, ફીલ્ડર અને બોલર જાડેજા જોઈતો હતો, જે ટીમને જીતાડી શકે.
ધોનીએ ક્યારે છોડી હતી કેપ્ટનશિપ
આઈપીએલ 2022 શરૂ થવાના બે દિવસ પહેલા જ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જે બાદ જાડેજાને કેપ્ટન બનાવાયો હતો. પરંતુ તેના નેતૃત્વમાં ટીમે કંગાળ દેખાવ કર્યો હતો. ઉપરાંત જાડેજાનો દેખાવ પણ કથળ્યો હતો. 30 એપ્રિલે જાડેજાએ કેપ્ટનશિપ છોડી અને ફરીથી ધોની કેપ્ટન બન્યો.