DC vs SRH: હૈદરાબાદ સામે મળેલી જીત બાદ વોર્નરના નામે નોંધાયો આ રેકોર્ડ, આ મામલે રોહિત શર્માની કરી બરોબરી
વોર્નરે આઈપીએલમાં અડધી સદી સાથે સંબંધિત રેકોર્ડ પણ બનાવ્યો છે
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ડેવિડ વોર્નરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના ડેવિડ વોર્નરે 58 બોલમાં અણનમ 92 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગના કારણે વોર્નરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે IPLમાં સૌથી વધુ અણનમ અડધી સદી ફટકારનારાઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.
વોર્નરે IPLમાં સૌથી વધુ 'મેન ઓફ ધ મેચ' જીતવાના મામલે રોહિતના રેકોર્ડની બરોબરી કરી છે. વોર્નરને કુલ 18 એવોર્ડ મળ્યા છે. જ્યારે રોહિતને 18 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ પણ મળ્યા છે. આ મામલે એબી ડી વિલિયર્સ પ્રથમ સ્થાને છે. તેને 25 મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યા છે. જ્યારે ક્રિસ ગેલ 22 એવોર્ડ સાથે બીજા સ્થાને છે. આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાંચમા સ્થાને છે. ધોનીને 17 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યા છે.
વોર્નરે આઈપીએલમાં અડધી સદી સાથે સંબંધિત રેકોર્ડ પણ બનાવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ અણનમ અડધી સદી ફટકારવાના મામલે તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાની બરાબરી કરી લીધી છે. વોર્નરે અણનમ 18 અડધી સદી ફટકારી છે. આ મામલે એબી ડી વિલિયર્સ ટોપ પર છે. તેણે 23 અણનમ અડધી સદી ફટકારી છે. જ્યારે શિખર ધવન 21 સાથે બીજા સ્થાને છે. આ મામલે મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે. ધોનીએ અણનમ 20 અડધી સદી ફટકારી છે.
DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...
ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ
COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....