શોધખોળ કરો

IPL 2022 Final: આ 5 ખેલાડીઓના પ્રદર્શન પર રહેશે બધાની નજર, એકલા જિતાડી શકે છે ખિતાબ

IPL 2022 ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ  (Gujarat Titans) ની સામે રાજસ્થાન રોયલ્સ હશે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની સામે ક્વોલીફાયર -1 માં રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022 RR vs GT: IPL 2022 ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ  (Gujarat Titans) ની સામે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) હશે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની સામે ક્વોલીફાયર -1 માં રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો.  પરંતુ રાજસ્થાન રોયલ્સ  (RR) એ  ક્વોલીફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી. રાજસ્થાન રોયલ્સ (RR)ના ઓપનર જોસ બટલરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 60 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ (RR)ના ચાહકો ફરી એકવાર ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે બટલર પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સ (GT)ના બોલરો જોસ બટલર વહેલો પેવેલિયન પરત મોકલવાનો પ્રયાસ કરશે.   5 ખેલાડીઓ એવા છે  જેઓ એકલા હાથે પોતાની ટીમને ફાઈનલ મેચ જીતાડી શકે છે.

જોસ બટલર
રાજસ્થાન રોયલ્સનો ઓપનર જોસ બટલર આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી બટલરે 16 મેચમાં 824 રન બનાવ્યા છે. આ દરમિયાન જોસ બટલરની સ્ટ્રાઈક રેટ 151.47 હતી જ્યારે સરેરાશ 58.86 હતી. તે જ સમયે, આ સિઝનમાં બટલરે 4 સદી ફટકારી છે. હાલમાં જોસ બટલર પાસે ઓરેન્જ કેપ છે.

રાશિદ ખાન
ગુજરાત ટાઇટન્સના ખેલાડી રાશિદ ખાને આ સિઝનમાં બેટ અને બોલ બંને વડે શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલિંગની વાત કરીએ તો રાશિદ ખાને અત્યાર સુધી 15 મેચમાં 18 વિકેટ ઝડપી છે. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં રાશિદ 9મા નંબર પર છે. તે જ સમયે, રાશિદ ખાનની આ સિઝનમાં સરેરાશ 22.39 રહી છે. આ સિવાય તેણે બેટમાં પણ સારો દેખાવ કર્યો છે.

યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ માટે આ સિઝન શાનદાર રહી છે. પર્પલ કેપ રેસમાં ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વનેન્દુ હસરાંગા સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 26 વિકેટ લીધી છે. આ ઉપરાંત તેણે 1 મેચમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. ચહલની આ સિઝનમાં સરેરાશ 16.54 રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલ મેચમાં વિપક્ષી ટીમ માટે ચહલ મોટો પડકાર બની શકે છે.

ડેવિડ મિલર
ગુજરાત ટાઇટન્સના આ બેટ્સમેને આ સિઝનમાં પોતાની ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી છે. રાજસ્થાન રોયલ્સ (RR) સામે ક્વોલિફાયર-1માં ડેવિડ મિલરે પ્રસિદ્ધ કૃષ્ણાની છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ડેવિડ મિલરે આ સિઝનમાં અત્યાર સુધી 15 મેચમાં 449 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટ્રાઈક રેટ 64.14 રહી છે.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં ખેલાડી તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ તેણે કેપ્ટન તરીકે પણ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે લીગ સ્ટેજમાં ટોચ પર છે. હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 14 મેચમાં 453 રન બનાવ્યા છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન પંડ્યાની સરેરાશ 453 રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટને પણ આ સિઝનમાં સારી બોલિંગ કરી છે. ગુજરાત ટાઇટન્સ (GT)ના ચાહકો ફાઇનલ મેચમાં બૅટ અને બૉલ બંને વડે તેમનો કૅપ્ટન ઑલરાઉન્ડ પ્રદર્શન કરે એવી અપેક્ષા રાખતા હશે.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget