શોધખોળ કરો

IPL 2022: IPLના ઈતિહાસમાં આ છે સૌથી ખર્ચાળ બોલર, જાણો એક ઓવરમાં કોણે કેટલા આપ્યા છે રન

IPL 2022, MI vs KKR: મુંબઈ ઈન્ડિયન્સના ડેનિયલ સેમ્સે એક ઓવરમાં 35 રન આપ્યા હતા. જે આઈપીએલ ઈતિહાસનો ત્રીજો સૌથી ખર્ચાળ બોલર છે.

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઇ સામેની મેચમાં પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આઇપીએલની આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલર પેટ કમિન્સે આવતાની સાથે જ તેણે ધમાલ મચાવી દીધી હતી. કમિન્સે ફક્ત 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. પેટ કમિન્સે 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા જ્યારે વેંકટેશ અય્યર 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. 

પેટ કમિન્સે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે. આ મામલે કમિન્સે કેએલ રાહુલની બરાબરી કરી હતી. કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ અગાઉ કેએલ રાહુલે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.

કમિન્સે તેની 15 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે અણનમ 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન કમિન્સનો સ્ટ્રાઈક રેટ 373.33 રહ્યો હતો. તેણે ડેનિયલ સેમ્સની એક ઓવરમાં 35 રન ફટકાર્યા હતા.

ડેનિયલ સેમ્સની એક ઓવરમાં 35 રન

જ્યારે કમિન્સ બેટિંગ કરવા આવ્યો ત્યારે કોલકાતાએ જીતવા માટે 41 બોલમાં 61 રનની જરૂર હતી. કમિન્સે જસપ્રીત બુમરાહની 15મી ઓવરમાં સિક્સર અને ફોર ફટકારી હતી. બુમરાહની ઓવર પછી કોલકાતાને પાંચ ઓવરમાં જીતવા માટે 35 રનની જરૂર હતી. ડેનિયલ સેમ્સ બોલિંગ કરવા આવ્યો હતો. પેટ કમિન્સે પ્રથમ બોલ પર સિક્સર, બીજા બોલ પર ફોર, ત્રીજા બોલ પર સિક્સર અને ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી પાંચમા બોલે સેમ્સે નો-બોલ ફેંક્યો હતો. તેના પર કુલ ત્રણ રન આવ્યા હતા. સેમ્સને પાંચમો બોલ ફરીથી કરવાનો હતો. આના પર કમિન્સે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને મેચ જીતી લીધી હતી. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપવાનો ત્રીજો ખેલાડી બન્યો છે.

આઈપીએલ ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનારા બોલર્સ

રન

ખેલાડી

ટીમ

વર્ષ

37

પી.પરમેશ્વરન

RCB

2011

37

હર્ષલ પટેલ

CSK

2021

35

ડેનિયલ સેમ્સ

KKR

2022

33

રવિ બોપારા

KKR

2010

33

પરવિન્દર અવના

CSK

2014

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

Embed widget