MI vs KKR: IPL માં પહેલીવાર બુમરાહે લીધી 5 વિકેટ, ટી20 ક્રિકેટનું શ્રેષ્ઠ પ્રદર્શન, જાણો રેકોર્ડ્સ
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના જસપ્રીત બુમરાહે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચમાં બુમરાહે માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના જસપ્રીત બુમરાહે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચમાં જસપ્રીત બુમરાહે માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આજની મેચમાં બુમરાહની બોલિંગ T20 ક્રિકેટની સર્વશ્રેષ્ઠ બોલિંગ સાબિત થઈ હતી.
જસપ્રિત બુમરાહે ફેંકેલી 4 ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા અને એક ઓવર મેડન કાઢી હતી. આટલું જ નહીં, તેણે 18 બોલ ખાલી કાઢ્યા હતા અને આખી ઈનિંગમાં બુમરાહના બોલ પર માત્ર એક ચોગ્ગો આવ્યો હતો. આ દરમિયાન બુમરાહ પૂરા ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે બેટ્સમેનોને રન બનાવતાં રોકી લીધા હતા. જસપ્રીત બુમરાહે જે પાંચ વિકેટ લીધી હતી, તે તેની બોલિંગમાં માત્ર 9 બોલના અંતરમાં લીધી હતી. બુમરાહની આ ખતરનાક બોલિંગે કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું હતું.
બુમરાહની 5 વિકેટઃ
ઓવર - 14.2 - આંદ્રે રસેલને પોલાર્ડના હાથે કેચ આઉટ કરાવ્યો
ઓવર - 14.5 - નીતીશ રાણાને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો
ઓવર - 17.1 - શેલ્ડન જૈક્સનને ડેનિયલ સેમ્સના હાથે કેચ આઉટ કરાવ્યો
ઓવર - 17. 3 - પૈટ કમિન્સને તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવ્યો
ઓવર - 17.4 - સુનીર નરેનને પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો
જસપ્રીત બુમરાહે પણ આ શાનદાર સ્પેલ સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા. T20 ક્રિકેટમાં આ તેની પહેલી 5 વિકેટ છે. સાથે જ T20 ક્રિકેટમાં આજની બોલિંગ તેની સર્વશ્રેષ્ઠ સ્પેલ બની ગઈ છે. આટલું જ નહીં, આઈપીએલ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પેલમાં તે ટોપ-5માં પણ સામેલ થઈ ગયો છે.
બુમરાહની ટી-20 કરીયરમાં બેસ્ટ બોલિંગઃ
વર્ષ 2022 - કોલકાતા સામે 10 રન આપીને 5 વિકેટ ઝડપી
વર્ષ 2020 - દિલ્હી સામે 14 રન આપીને 4 વિકેટ ઝડપી
વર્ષ 2020 - રાજસ્થાન સામે 20 રન આપીને 4 વિકેટ ઝડપી