IPL 2022: મુંબઈ ઈંડિયન્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેન ઈજગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થયો
Suryakumar Yadav Ruled out: ઈંડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં ખુબજ ખરાબ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈંડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે.
Suryakumar Yadav Ruled Out From IPL 2022: ઈંડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં ખુબજ ખરાબ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈંડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના વિશ્વાસપાત્ર બેટ્સમેન સુર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આઈપીએલના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે.
મુંબઈ ઈંડિયન્સ ફ્રેન્ચાઈજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સુર્યકુમાર યાદવને ડાબા હાથના ઉપરના ભાગની માંસપેશીઓ ખેંચાઈ હતી. ત્યાર બાદ સુર્યકુમારને આરામ આપવા માટે તેને સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે સુર્યકુમાર યાદવને આરામ કરવાની સલાહ આપી છે. સુર્યકુમાર યાદવે ગત 6 મે રોજ ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
NEWS - Suryakumar Yadav ruled out of TATA IPL 2022
— IndianPremierLeague (@IPL) May 9, 2022
More details here - https://t.co/1DchNAPSiY #TATAIPL pic.twitter.com/iVmLMBNNVz
સુર્યકુમાર યાદવે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં સુર્યકુમારે મુંબઈ ઈંડિયન્સ માટે 8 મેચ રમી છે જેમાં તેમે કુલ 303 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.29 રનની રહી છે. સુર્યકુમારે 8 મેચોમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા છે. જો કે હવે આ સીઝનમાં સુર્યકુમારની શાનદાર બેટિંગ નહીં જોવા મળે.
CSK vs DC: ડ્રેસિંગ રુમમાં બેસીને બેટ ચાવતો જોવા મળ્યો ધોની, અમિત મિશ્રાએ કારણ જણાવ્યું...
Amit Mishra on MS Dhoni: IPLમાં રવિવારે રાત્રે થયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને સામને હતી. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ 8 બોલમાં 21 રનની નાની પણ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ પહેલાં ધોની ડ્રેસિંગ રુમમાં બેસીને બેટ ચાવતો જોવા મળ્યો હતો. જો કે, આ પહેલી વખત નથી બન્યુ જ્યારે ધોની બેટ ચાવતાં નજરે પડ્યો હોય. આ પહેલાં પણ ધોની આવું કરતાં જોવા મળ્યો છે. હવે અમિત મિશ્રાએ ધોનીની આ આદત પાછળનું કારણ બતાવ્યું છે.
અમિત મિશ્રાએ કહ્યું કે, ધોની પોતાના બેટને સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે એટલા માટે ધોની આવું કરે છે. અમિતે એક ટ્વીટમાં લખ્યું કે, "જો તમે એ વાતને લઈને આશ્ચર્યમાં છો કે ધોની અવારનવાર પોતાનું બેટ કેમ ચાવે છે, તો એવું એટલા માટે છે કે, કારણ કે તેને પોતાનું બેટ સાફ રાખવાનું પસંદ છે. તે પોતાના બેટની ટેપ હટાવવા માટે આવું કરે છે. તમે ક્યારેય ધોનીના બેટમાંથી ટેપ કે દોરી નીકળતાં નહી જોઈ હોય."