IPL 2022 Prize Money: 15મી સિઝનમાં કરોડો રુપિયાના ઈનામો વહેંચાશે, જાણો કોને કેટલા મળશે
PLમાં આ વખતે એમએસ ધોની અને વિરાટ કોહલી કેપ્ટનની જવાબદારી વગર રમતા જોવા મળશે. આ સાથે જ આ સિઝનમાં ક્રિસ ગેલ, એબી. ડી વિલિયર્સ અને સુરેશ રૈના જેવા દિગ્ગજ બેટ્સમેન આ વખતે આઈપીએલમાં રમતા જોવા નહી મળે.
IPL 2022: આઈપીએલની 15મી સિઝન આજથી (26 માર્ચ) શરૂ થઈ રહી છે. પહેલા દિવસે ગત સિઝનની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ઉપવિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. આ વખતે આઈપીએલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આઈપીએલના ફોર્મેટમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે આઈપીએલની ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ સાથે IPLમાં આ વખતે એમએસ ધોની અને વિરાટ કોહલી કેપ્ટનની જવાબદારી વગર રમતા જોવા મળશે. આ સાથે જ આ સિઝનમાં ક્રિસ ગેલ, એબી. ડી વિલિયર્સ અને સુરેશ રૈના જેવા દિગ્ગજ બેટ્સમેન આ વખતે આઈપીએલમાં રમતા જોવા નહી મળે.
જો કે, હવે જ્યારે ક્રિકેટની આ સૌથી મોટી લીગ શરૂ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે, ત્યારે અમે તમને આ લીગમાં મળનારી ઈનામની રકમ વિશે જણાવવા દઈએ. આ લીગમાં લગભગ 50 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર છે. વિજેતા ટીમથી લઈને ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતા ખેલાડીઓને આ ટુર્નામેન્ટમાં કેટલું ઈનામ મળશે, વાંચો અહીં..
ચેમ્પિયન ટીમને - 20 કરોડ રુપિયા
રનર-અપ ટીમને - 13 કરોડ રુપિયા
ત્રીજા નંબરની ટીમને - 7 કરોડ રુપિયા
ચોથા નંબરની ટીમને - 6.5 કરોડ રુપિયા
ઉભરતા ખેલાડીને - 20 લાખ રુપિયા
સુપર સ્ટ્રાઈકરને - 15 લાખ રુપિયા
ઓરેંજ કેપ વિજેતાને - 15 લાખ રુપિયા
પર્પલ કેપ વિજેતાને - 15 લાખ રુપિયા
પાવર પ્લેયલ ઓફ ધ સિઝનને - 12 લાખ રુપિયા
મોસ્ટ વેલ્યુબલ ખેલાડીને - 12 લાખ રુપિયા
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન ખેલાડીને - 12 લાખ રુપિયા
સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડીને - 12 લાખ રુપિયા
આ પણ વાંચોઃ