શોધખોળ કરો

IPL 2022: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે ધોની, આટલા રન બનાવતા જ તે મેળવશે આ મોટું સ્થાન

IPL 2022ની ધમાકેદાર શરૂઆત આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે થશે.

IPL 2022ની ધમાકેદાર શરૂઆત આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. ચેન્નાઈને ચાર વખત IPL ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ચેન્નાઈની કમાન સંભાળશે. જોકે ધોની આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમવાનું ચાલુ રાખશે. પહેલી જ મેચમાં તેની પાસે ઈતિહાસ રચવાની તક છે.

M.S ધોની આ રેકોર્ડ બનાવી શકે:
મહેન્દ્ર સિંહ ધોનીએ તેની IPL કરિયરમાં 220 મેચ રમી છે, જેમાં તેણે 4746 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં 23 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 1617 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઝારખંડ સ્ટેટ ટીમ માટે કેટલીક ટી20 મેચો પણ રમી હતી. એકંદરે, મહેન્દ્ર સિંહ ધોનીએ તેની T20 કારકિર્દીમાં કુલ 347 મેચ રમી છે, જેમાં તેણે 6935 રન બનાવ્યા છે. જો ધોની આજે કોલકાતા સામેની મેચમાં 65 રન બનાવશે તો તે ટી20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરી લેશે. તે T20 કારકિર્દીમાં 7000 રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો ક્રિકેટર બનશે.

T20 ક્રિકેટમાં 7000 રન બનાવનાર ક્રિકેટરોઃ
અત્યાર સુધી ભારતના પાંચ બેટ્સમેનોએ T20 ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી (10273 રન), રોહિત શર્મા (9895 રન), શિખર ધવન (8775 રન), સુરેશ રૈના (8654 રન) અને રોબિન ઉથપ્પા (7042 રન)નો આ યાદીમાં સમાવેશ થાય છે. આજે KKR સામેની મેચમાં ધોની પાસે આ યાદીમાં સામેલ થવાની તક છે.

આ પણ વાંચોઃ

Vadodara : એક જ દિવસમાં બે-બે યુવતીઓની લાશ મળી આવતા હાહાકાર, યુવતી પર સામૂહિક દુષ્કર્મની થઈ છે ફરિયાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget