IPL 2022: જાડેજાએ છોડી કેપ્ટનશિપ, ધોની ફરીથી બન્યો સીએસકેનો કેપ્ટન
CSK: આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે.
IPL 2022, CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. મહત્વની વાત એ છે કે જૂના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને આ જવાબદારી પાછી આપવામાં આવી છે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે.
સીએસકેએ વેબસાઇટ પર જાહેર કર્યુ નિવેદન
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની વેબસાઈટ પર એક નિવેદન જારી કરીને આ ઘટનાક્રમની જાણકારી આપી છે. ધોનીએ વર્તમાન IPL સિઝન શરૂ થાય તે પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર જાડેજાએ કેપ્ટનશીપ છોડીને ધોનીને જવાબદારી સોંપી છે. ચેન્નાઈના ચાહકો માટે આ ખુશીની વાત હોઈ શકે છે.
આઈપીએલમાં અત્યાર સુધી કેવો રહ્યો છે દેખાવ
આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. ચેન્નાઈની ટીમે 8 મેચમાં 6 વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની ટીમ ટેબલમાં નવમા સ્થાને છે.
Ravindra Jadeja has decided to relinquish the captaincy to focus and concentrate more on his game.
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) April 30, 2022
MS Dhoni has accepted to lead CSK in the larger interest and to allow Jadeja to focus on his game 💛#MSDhoni #Jadeja #WhistlePodu @msdhoni @imjadeja pic.twitter.com/edQnIqlFhZ
આ પણ વાંચોઃ
IPL 2022: ગુજરાત ટાઈટન્સની આઠમી જીત, પ્લેઓફમાં સ્થાન કર્યુ નક્કી, RCBને 6 વિકેટથી આપી હાર
IPL 2022, GT vs RCB: વિરાટ કોહલીએ ફટકારી ફિફ્ટી, છતાં આઈપીએલમાં બનાવ્યો આ અણગમતો રેકોર્ડ
દેશમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે નોંધાયા કેસ
Corona Cases China: ચીનમાં કોરોનાની સુનામી, એક જ દિવસમાં નોંધાયા ઓમિક્રોનના 20 હજારથી વધારે કેસ
Pfizer’s Paxlovid: ટેસ્ટમાં ફેલ થઈ ફાઇઝરની કોવિડ-19ની આ દવા, ન ઘટાડી શકી કોરોનાનું જોખમ
Elon Musk and Shubman Gill : શુભમન ગિલે એલોન મસ્કને Swiggy ખરીદવાની કરી અપીલ, મળ્યો આવો જવાબ