શોધખોળ કરો

IPL 2022, GT vs RCB: વિરાટ કોહલીએ ફટકારી ફિફ્ટી, છતાં આઈપીએલમાં બનાવ્યો આ અણગમતો રેકોર્ડ

Virat Kohli: આરસીબી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે ઓપનિંગમાં આવ્યો હતો. તેણે 53 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી.

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગનો 43મો મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા છે.

કોહલીના નામે કયો નોંધાયો અણગમતો રેકોર્ડ

આરસીબી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે ઓપનિંગમાં આવ્યો હતો. તેણે 53 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. શમીની ઓવરમાં તે બોલ્ડ આઉટ થયો હતો. કોહલીએ ફિફ્ટી ફટકારતાં મેદાન પર હાજર રહેલી અનુષ્કા ખુશ થઈ ગઈ હતી. કોહલી સિવાય રજત પાટીદારે 32 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. મેક્સવેલે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી પ્રદીપ સાંગવાને 19 રનમાં બે તથા શમી, જોસેફ, રાશિદ ખાન, ફર્ગ્યુસનને 1-1 સફળતા મળી હતી.

કોહલીએ ફિફ્ટી ફટકારી છતાં તેના નામે આઈપીએલમાં એક અણગમતો રેકોર્ડ નોંધાયો હતો. કોહલીએ આઈપીએલમાં સૌથી ધીમા સ્ટ્રાઇક રેટ સાથે ફિફ્ટીનો પોતાનો રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ મેચમાં 109.43ના સ્ટ્રાઇક રેટ સાથે 53 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. જે તેની આઈપીએલ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી છે. આ પહેલા તેણે 2017માં 114.58ના સ્ટ્રાઇક રેટથી 48 બોલમાં 55 રન બનાવ્યા હતા. 2020માં તેણે સીએસકે સામે 116.28ના સ્ટ્રાઇક રેટથી 43 બોલમાં 50 રન બનાવ્યા હતા.

કોહલીના દરેક શોટ પર ખુશ થઈ અનુષ્કા

આ મેચમાં આઈસીબીનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જુના રંગમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ રન બનાવતા જ સ્ટેડિયમાં બેસેલી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ બહુ ખુશ જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા પર અનુષ્કાએ આપેલા રિએક્શન વાયરલ થઈ રહ્યા છે. કોહલીના દરેક શોટ પર અનુષ્કા શર્મા ખુશ થતી જોવા મળી હતી. કોહલીએ જ્યારે સિક્સર ફટકારી ત્યારે અનુષ્કાની ખુશી જોયા જેવી હતી.

સતત ફલોપ થઈ રહ્યો હતો કોહલી

નોંધનિય છે કે, આ આઈપીએલ સિઝનમાં કોહલી સતત ફ્લોપ ચાલી રહ્યો હતો.આ ઉપરાંત તે સતત ઝીરો પર પણ આઉટ થતો હતો. આઈપીએલ 2022માં આ તેની પહેલી ફિફ્ટી છે. આ મેચ પહેલા તેના બેટથી કોઈ મોટો સ્કોર બન્યો ન હતો. જો કે આજે કોહલી પોતાના જુના રંગમાં જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્નJunagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ક્રેડિટ કાર્ડ સાથે મળે છે આ બેનિફિટ્સ, મોટાભાગના લોકો નથી જાણતા?
ક્રેડિટ કાર્ડ સાથે મળે છે આ બેનિફિટ્સ, મોટાભાગના લોકો નથી જાણતા?
Embed widget